Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 87
________________ કૃષિક્ષેત્રનો મંદવિકાસ ચિંતાજનક છે - નાણાપ્રધાન ચિદંબરમ નઈ વિધાઃ તા. ૮/૬૦૦ બજારમાંથી પૈસાને તમે ગાયબ કરી દો અને પછી ફરિયાદ કરો કે “મંદી એ ચિંતાજનક છે” તો એ ફરિયાદ કેવી બેહૂદી લાગે? બગીચામાંથી તમે પાણીને જ ગાયબ કરી દો અને પછી ફરિયાદ કરો કે “સૂકો બગીચો એ ચિંતાજનક છે” એ ફરિયાદ કેવી લાગે? ચિંદબરમ્ સાહેબને એટલું જ પૂછવું છે કે કૃષિક્ષેત્રનો મુખ્ય આધાર જ પશુજગત છે. તમે એને ક્યાંય ટકવા દેવા માગો છો ખરા? જીવાડવા માગો છો ખરા? એની માવજત કરવા માગો છો ખરા? ના. તમે તો લાખો-કરોડોની સંખ્યામાં પશુઓ કપાતા રહે એ માટે આ દેશમાં હજારો-લાખોની સંખ્યામાં કતલખાનાંઓ ખોલી બેઠા છો એટલું જ નહીં માત્ર ૨000 કરોડ રૂપિયાના મામૂલી વિદેશી હૂંડિયામણની લાલચે દેશમાં દર વરસે સેંકડો કતલખાનાંઓ માંસ નિકાસ માટે નવા ખોલી રહ્યા છો અને એ પછી તમે આ ફરિયાદ કરો છો કે કૃષિક્ષેત્રનો મંદવિકાસ ચિંતાજનક છે !' માત્ર કૃષિક્ષેત્ર જ નહીં, આ દેશના સુખ-સમૃદ્ધિ-આબાદીના ક્ષેત્રનો પણ વિકાસ જો તમે ચાહો છો તો એનો એક જ વિકલ્પ છે, પશુ બચાવો. એ માટે તમે તૈયાર ખરા ? ૮૭

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100