Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 85
________________ કઠોર શ્રમથી મક્ત બચપન દરેક બાળકનો અધિકાર છે નવભારત ટાઈમ્સ : તા. ૧૨/૬૦૦ બાળકોને મજબૂરીના કારણે મજૂરી કરવી પડે છે? કે પછી બાળકો શોખથી મજૂરી કરે છે ? બાળકો મજૂરી કરે છે એ કલંક છે? કે પછી બાળકોને મજૂરી કરવી જ પડે એવી પરિસ્થિતિનું થતું નિર્માણ એ કલંક છે? એક બાજુ મશીનોએ માણસોને નકામા બનાવી દીધા છે. બીજી બાજુ મૉલ સંસ્કૃતિએ નાના માણસોને બેકાર બનાવવાનું ચાલુ કર્યું છે. ત્રીજી બાજુ સરકાર જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓને રોજેરોજ મોંઘી અને વધુ મોંઘી બનાવી રહી છે. મહિને ત્રણ હજાર રૂપિયાના પગારદારને ય આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવાના વિચારો જો આજે આવી રહ્યા છે તો ઝૂંપડામાં જીવતા, આજનું કમાઈને આજે ખાતા, આકાશને છત બનાવીને જીવન ગુજારો કરતા માણસો કઈ રીતે પોતાના પરિવારના સભ્યોને જીવાડી શકે એ શું વિકરાળ સમસ્યા નથી ? કઠોર શ્રમથી બચપનને મુક્ત પછી કરજો. બચપનને અપરાધના રસ્તે કદમ ન માંડવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ તો પહેલાં કરો!

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100