________________
જે દિવસે રાજકારણ સુધરશે તે દિવસે પોલીસ સુધરશે
ગુજરાત સમાચાર : તા. ૮/૫/૦૭
આ વિધાન એટલું જ કહે છે કે રાજકારણીઓએ સમગ્ર પોલીસતંત્રને બાનમાં લઈ લીધું છે. ન્યાયતંત્ર હજી રાજકારણીઓ સામે માથું ઊંચકવાની સ્થિતિમાં આજે છે પરંતુ પોલીસતંત્રને તો રાજકારણીઓ જેમ નચાવે તેમ જ નાચવું પડે છે. પ્રશ્ન અહીં કોઈ રાજકારણના ચોક્કસ પક્ષનો નથી, સમસ્ત રાજકારણનો છે. એમાં ઘૂસી ગયેલ શાસકોને આડુંઅવળું, ઊંધું-ચત્તે, સાચું-ખોટું, સારું-ખરાબ બધું ય કરવું જ પડે છે. એવું કરવા માગતા શ્રીમંતોને, ઉદ્યોગપતિઓને, માફિયાઓને બચાવવા જ પડે છે કારણ કે એ વિના પક્ષ ચલાવવા માટેનું ‘ફંડ” મળતું જ નથી. આ સ્થિતિમાં રાજકારણીઓ પોલીસતંત્રને અપરાધીઓને પકડવાની અને સજા કરવાની છૂટ આપી દે એ શક્યતા જ ક્યાં છે? સડી ગયેલા મકાનમાં ખુરશી પર બેસનારને બદલતા રહેવાથી કોઈ સમસ્યા હલ થઈ જાય એ વાત મગજમાં બેસે છે ખરી?
૭૮