Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 76
________________ સાંસ્કૃતિક ટકરાવમાં ખતમ થઈ રહી છે જિંદગી રાજસ્થાન પત્રિકા : તા. ૧૦/૬/૦૭ કોયલને તમે કાગડાના અવાજને સ્વીકારી લેવાનો આગ્રહ કરો તો કોયલનો કંઠ બેસૂરો બની જ જાય એ જો બિલકુલ સમજાય તેવી જ વાત છે. આ દેશના સંસ્કારોમાં ઉછરેલા પ્રજાજનોને પશ્ચિમના સંસ્કારોમાં ઢાળી દેવાના પ્રયાસો તમે કરો તો આ દેશના પ્રજાજનોની માનસિક શાંતિ, સ્વસ્થતા અને પ્રસન્નતા જોખમાતી જ રહે એ ય બિલકુલ સમજાઈ જાય તેવી જ વાત છે ને? આ દેશ પાસે ઇતિહાસ હતો રામ-સીતાનો, ભગતસિંહ-જગડુશાનો, મીરા-નર્મદા સુંદરીનો, વાલ્મિકી, હેમચન્દ્રાચાર્યનો. આજે એ ઇતિહાસનું સ્થાન આપવામાં આવી રહ્યું છે વિશ્વસુંદરીઓને અને મૉડેલોને, અબજોપતિઓને અને ક્રિકેટરોને, ગુંડાઓને અને બદમાશોને. આ સ્થિતિમાં શીલ-સદાચાર-સંસ્કાર ચાહક પ્રજાજનોની માનસિક હાલત કફોડી ન બની જાય તો બીજું થાય શું? એક જ વિકલ્પ છે. સર્વ ફોરવીને વ્યક્તિ પોતે બચી જાય ! R :

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100