Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 79
________________ વિ ૧૯૯૧થી પ્રધાનોનાં ૨૯૦૯ વચનોનું પાલન નથી થયું છે લેજિસ્લેટિવ કમિટી ઓન એસ્યોરન્સ અધ્યક્ષ ગુજરાત સમાચાર : તા. ૪/૫/૦૦ કિ ચર્ચિલે એક જગાએ લખ્યું છે કે ‘તમારે સફળ રાજકારણી બનવું છે તો બે કામ ખાસ કરો. નંબર એક પ્રજાજનોને વચન આપો જ નહીં, નંબર બેઃ વચન આપી જ દીધું હોય તો એ વચનનું પાલન તમે કેમ નથી કરી શકયા એની તર્કબદ્ધ દલીલો આપીને પ્રજાજનોને મૂરખ બનાવતા રહો હા. આજના રાજકારણીઓ આ જ તો કરી રહ્યા છે. ચૂંટણીના સમયમાં પ્રજાજનો પાસે મતની ભીખ માગતી વખતે તેઓ જથ્થાબંધ વચનો આપતા જ રહે છે. ભોળા કેિ પછી મૂરખ?] પ્રજાજનો એમની વાક્પટુતામાં અંજાઈ જઈને એમને મત આપીને જીતાડી દે છે. પાંચ વરસે ફરી પાછા ચૂંટણીના સમયમાં પ્રજાજનો સમક્ષ મતની ભીખ માગવા તેઓ હાજર થઈ જાય છે અને આપેલા વચનોનું પાલન તેઓ કેમ નથી કરી શક્યા એની ગજબનાક દલીલો કરતા રહીને પ્રજાજનોની તાળીઓ તેઓ મેળવતા રહે છે. મોંઘવારી ઘટાડવાની મેં તમને બાંયધરી આપેલી પણ વરસાદ જ ન પડ્યો. હું શું કરું ?” ‘દૂધની નદી વહેવડાવી દેવાનું મેં તમને વચન આપેલું પણ પશુઓ ભૂલમાં [3] કતલખાને પહોંચી ગયા. હું કરું શું? ‘પાંચ વરસ હું તમારી સેવા કરીશ, એવું વચન મેં તમને આપેલું પણ ભૂલમાં હું મારી જ સેવા કરી બેઠો ! કરું શું?’ | ૭૯

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100