________________
મુંબઈમાં જ્યેષ્ઠ યુગલોના છૂટાછેડાનું
પ્રમાણ વધ્યું છે દિવ્ય ભાસ્કર : તા. ૩/૬૦૦
વિજ્ઞાનયુગમાં જીવી રહેલ ભોગલંપટ માનવોએ જાણે કે નિર્ણય કરી લીધો છે કે માનવના ખોળિયે અમે પશુ ભલે નહીં બની જઈએ પરંતુ પશુઓ જે રીતનાં સુખો ભોગવી રહ્યા છે એ તમામ સુખો તો અમે ભોગવીને જ રહેશું ! પશુઓના જગતમાં તમને મર્યાદા જોવા મળે ? ના. વિવેકનાં દર્શન થાય? ના. શરમની ઉપસ્થિતિ દેખાય ? ના. સંબંધોની સ્થિરતા દેખાય? ના. સહિષ્ણુતા દેખાય? ના. બસ, આજના ભોગલંપટ માનવો પશુજગતની બધી જ મસ્તી અનુભવી લેવા જાણે કે દોટ લગાવી રહ્યા છે ! યુવાન દીકરા-દીકરીઓની હાજરીમાં એમના ટેકાથી, સહકારથી અને પ્રોત્સાહનથી મા-બાપો લગ્નજીવનનાં ૨૫/૨૫ વરસ બાદ છૂટાછેડા લઈ રહ્યા છે! આવતી કાલે કદાચ દાદા-દાદીઓ પણ આ જ માર્ગે જાય તો નવાઈ નહીં!