Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 65
________________ એક હજારથી વધુ વૃક્ષો કાપવા મુંબઈ મહાનગર પાલિકાએ આપેલી મંજૂરી ગુજરાત સમાચાર : તા. ૧૯/૪/૦૭ માત્ર આ દેશ માટે જ નહીં, સંપૂર્ણ જગત માટે અત્યારે આ સૂત્ર બની ગયું છે, પૈસા વેરો. તમે જે પણ ધારશો એ ખરીદી શકશો.' એક એક હજાર વૃક્ષોને કોઈ કાપી નાખે એ વાત હજી સમજાય છે પરંતુ નગરપાલિકા ખુદ સામે ચડીને હજાર હજાર વૃક્ષોને કાપી નાખાવની મંજૂરી આપી દે ત્યારે સ્તબ્ધ થઈ જવાય છે. આ મંજૂરી આપવા પાછળનાં કારણોમાં તમે જાઓ. તમને ક્યાંક તો એમાં પૈસો રમત રમી ગયો હોય એવી શંકા પડી જ જશે. શું કહું ? ઉપભોક્તાવાદે આજે માણસને પ્રકૃતિનું સત્યનાશ કરી નાખવા જાણે કે ભૂરાટો બનાવી દીધો છે. વૃક્ષો કાપો. પાણીના સ્ત્રોતને ખતમ કરી નાખો. ઉપજાઉ ભૂમિ પર ફૅક્ટરીઓ નાખી દો. રાસાયણિક ખાતરો નાખીને જમીનના રસ-કસની સ્મશાનયાત્રા કાઢી નાખો. રસ્તાઓ ડામરના બનાવી દો. પશુઓનું નિકંદન કાઢી નાખો. માનવ! તારી આ ક્રૂરતાને જોઈને આવતી કાલે કોઈ રાક્ષસ કોર્ટમાં તારી સામે બદનક્ષીનો દાવો માંડી દે તો ના નહીં!

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100