Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 70
________________ વિદેશી વિશ્વ વિધાલયો માટે આ દેશમાં ખૂલશે શિક્ષા ક્ષેત્ર - મંત્રી કપિલ સિબ્બલ દૈનિક ભાસ્કર : તા. ૯/૬૦૦ માણસ પોતાના શરીર પર અલંકાર સામી વ્યક્તિનાં પહેરે એ ચાલે, વસ્ત્રો સામી વ્યક્તિનાં પહેરે એ ય ચાલે, અરે, ભોજન સામી વ્યક્તિના ઘરનું પોતાના પેટમાં પધરાવે એ ય ચાલે પણ સામી વ્યક્તિનું વિરુદ્ધ ગ્રુપનું લોહી પોતાના શરીરમાં દાખલ કરી દે એ તો શું ચાલે? વિદેશી વિશ્વવિદ્યાલયોને આ દેશમાં શિક્ષાક્ષેત્રમાં પ્રવેશ એટલે? વિરુદ્ધ ગ્રુપના લોહીનો સ્વશરીરમાં પ્રવેશ: ક્યાં આ દેશની સભ્યતા અને ક્યાં વિદેશની સભ્યતા? ક્યાં આ દેશના સંસ્કારોની આબોહવા? અને ક્યાં વિદેશની સંસ્કારોની આબોહવા? ક્યાં આ દેશની મર્યાદાપ્રધાન પારિવારિક વ્યવસ્થા? અને ક્યાં વિદેશની સર્વથા સ્વચ્છંદતપ્રધાન જીવનવ્યવસ્થા ? ક્યાં આ દેશની પવિત્રતાપ્રચુર અને કોમળતાસભર શિક્ષાપદ્ધતિ ? અને ક્યાં વિદેશની વિલાસિતાપ્રધાન અને કઠોરતાસભર શિક્ષા પદ્ધતિ ? આ તમામ વાસ્તવિકતાઓની જાણકારી આ દેશના રાજનેતાઓને નથી એવું નથી પરંતુ તેઓ તો નિર્ણય કરીને જ બેઠા છે કે જેઓ પણ આ દેશને લૂંટવા માગતા હોય એમનું આ દેશમાં લાલ જાજમ પાથરીને સ્વાગત છે. આવો, અમને લૂંટી શકાય એટલા લૂંટો. मेहमान जो हमारा होता है, वह जान से प्यारा होता है।

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100