Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 71
________________ છે ૧૮ વરસની ઉંમરે જો મતદાન કરી શકાય છે તો દારૂ પીવા માટે ૨૧ વરસની ઉંમર શું કામ ? નવભારત ટાઈમ્સ : તા. ૯/૬/૦૭ હી. સરકાર હજી તો વિચારણા કરી રહી છે કે નવી પેઢીને દારૂના રવાડે ચડતી અટકાવવી હોય તો એની ઉંમર ૨૧ વરસની કરી દઈએ તો કેમ? ત્યાં તો નવી પેઢીના હિતસ્વીઓ મેદાનમાં આવી ગયા છે. એમની દલીલ એ છે કે જો ૧૮ વરસની વયે મતદાન કરી શકાય છે, ગાડી ચલાવવાનું લાયસન્સ મેળવી શકાય છે, તો પછી શરાબ પીવામાં વાંધો શું છે? કમાલની વાત છે ને? નાની વયમાં કોઈ ધર્મ કરવા લાગે છે તો બુદ્ધિના આ વ્યભિચારીઓ એની સામે વિરોધ કરવા મેદાનમાં ઊતરી પડે છે અને નાની વયને વ્યસનથી દૂર રાખવાની કોઈ વાત લઈને આવે છે તો એમાં ય તેઓ વિરોધ કરવા લાગે છે. આનો અર્થ ? આ જ કે નાની વયમાં ધર્મ નહીં જ કરવાનો અને નાની વયમાં પાપના કે વ્યસનના માર્ગે જવું હોય તો એને બે-રોકટોક જવા દેવાના ! મને એમ લાગે છે કે બાપુ જ્યાં પણ હશે ત્યાંથી ગોડસેને આશીર્વાદ આપતા હશે કે ‘દોસ્ત, સારું થયું, તે મારું સમયસર ખૂન કરી નાખ્યું. બાકી, આજના બુદ્ધિના વ્યભિચારીઓ દેશને પતનની જે ગર્તામાં ધકેલી દે દે છે એ જોયા બાદ મારે પોતાને આપઘાત કરીને જીવનલીલા સંકેલી લેવી પડત ! ૭૧

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100