________________
છે
બજાર અને ટેકનોલૉજીના વિકાસની સાથે. સંગીતની ગુણવત્તાનો ક્ષય થયો છે
હિન્દુસ્તાન : તા. ૯/૬૦૦
છે
બજાર અને ટેક્નોલૉજીના વિકાસે માત્ર સંગીતની ગુણવત્તાનો જ ક્ષય થોડો કર્યો છે ? ભાષાની ગુણવત્તા પણ એણે ખતમ કરી નાખી છે તો સાહિત્યની ગુણવત્તા પર પણ એણે આગ લગાડી દીધી છે. સંબંધોની ગુણવત્તા પર પણ એણે સુરંગ મૂકી દીધી છે તો જમીનની ગુણવત્તા પણ એણે સાફ કરી નાખી છે. મનની ગુણવત્તા પર પણ એણે કૂચડો ફેરવી નાખ્યો છે તો હૃદયની ગુણવત્તા પર પણ એણે પાણી ફેરવી નાખ્યું છે. કહેવું હોય તો એમ કહી શકાય કે ટેક્નોલૉજીના વિકાસ જીવતા માણસને ખતમ કરી નાખ્યો છે અને એના શબને કરોડોના અલંકારોથી શણગારી દીધું છે !
ક્યાં જોવા મળે છે. આજે પ્રેમાળ આંખો ? કરુણાસભર હૈયું ? જીવનને ઠારતી શક્તિઓ? પવિત્રતા માટે પ્રોત્સાહિત કરતી કળાઓ? ભરોસો મૂકી શકાય એવા માણસો? ફૂલો જ આજે પ્લાસ્ટિકના નથી બની ગયા, માણસનો આખો ય જીવનવ્યવહાર પ્લાસ્ટિકનો બની ગયો છે. ઠરવું ક્યાં ? નમવું ક્યાં ? જામવું ક્યાં ? કશું જ સમજાતું નથી.