Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji
View full book text
________________
ઉચ્ચ શિક્ષણની થઈ રહેલ અવદશાનું શું ?
- મહેશ ઠાકર ગુજરાત સમાચાર : તા. ૧૯/૪/૦૦
નીચતાની પરાકાષ્ટાએ આજે ઉચ્ચશિક્ષણ લઈ ચૂકેલા સિવાય બીજું છે પણ કોણ? ગર્ભપાતની વ્યવસ્થા કોની દેન છે? રિબામણ [2] વિના લાખો પશુઓને ગણતરીની પળોમાં યમસદને પહોંચાડી દેતાં કતલખાનાંઓનાં સર્જન કોની દેન છે? ગરીબોના પેટ પર લાત મારતા રહેતા ‘મૉલ'નાં સર્જન કોની પેદાશ છે? શરમની પર્યાયવાચી ગણાતી સારા ઘરની યુવતીઓને બેશરમ બનવા તૈયાર કરી દેતી સૌંદર્યસ્પર્ધાઓ કોની નીપજ છે? એક એક બાળકને ‘સેક્સોલોજિસ્ટ’ બનવાનું મન થઈ જાય એવી જાતીય શિક્ષણ પ્રદાનની યોજના સ્કુલોમાં દાખલ કરી દેવાની બદમાશી કોના ભેજાની પેદાશ છે? વાસનાનાં નગ્ન તાંડવ ખેલવા માટે પ્રત્યેક સમાચારપત્રને, મેગેઝીનને અને માસિકને મજબૂર કરી દેતા વાતાવરણનું સર્જન કોની દેન છે? ખાવાની સામગ્રીઓને મોંઘીદાટ બનાવી દેતા રહીને, વિલાસની સામગ્રીઓ રોજેરોજ સસ્તી બનાવતા રહેવાનો અત્યાચાર એ કોનું સર્જન છે? સભ્યતા-સંસ્કાર અને સંસ્કૃતિ પર બૉમ્બવર્ષા કરતા રહેતા વિલાસપ્રચુર વાતાવરણનું સર્જન એ કોની પેદાશ છે? પ્રભુ, એમ કહેવાનું મન થઈ જાય છે કે કેવળ રાવણકાર્ય, હીટલરકાર્ય અને દુર્યોધનકાર્ય કરી રહેલા આ સાક્ષરોને તું નિરક્ષર બનાવી દે. કમ સે કમ જગત નુકસાનીથી તો ઊગરી જશે!
LINUM

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100