Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 63
________________ દિ િઆપણા લોભના બોજને ધરતી ક્યાં સુધી. | ઉઠાવી શકશે? - નેશનલ ફિજિકલ લૅબોરેટરી : વિક્રમ સોની દૈનિક ભાસ્કર : તા. ૦૬/૦૭ એક બાજુ લોભને ગાળો દેવી અને બીજી બાજુ મહત્ત્વાકાંક્ષાઓની આગને સતત હવા મળતી રહે એવું જ વાતાવરણ ચારે ય બાજુ ઊભા કરતા રહેવું. શો અર્થ છે આનો ? દેખાડો એક પણ ક્ષેત્ર એવું કે જ્યાં મહત્ત્વાકાંક્ષી બનવા માટે માણસને ભડકાવવામાં ન આવતો હોય ? પછી એ ક્ષેત્ર ચાહે ડૉક્ટરનું હોય કે વકીલાતનું હોય, શિક્ષણનું હોય કે મૉડેલિંગનું હોય, સૌંદર્યસ્પર્ધાનું હોય કે ફૅશન-શો નું હોય, વેપારનું હોય કે હોટલનું હોય ! મહત્ત્વાકાંક્ષાના જગતે તો આજે ત્રણ સૂત્રો બજાર વચ્ચે રમતા મૂકી દીધા છે. ચિક્કાર પૈસો (More Money) તુર્ત પૈસો (Instant More Money) ગમે તે રસ્તે પૈસો (Any How More Money) જ્યાં સુધી આ સૂત્રો બજારમાં ફરતા રહેશે ત્યાં સુધી લોભ પર કોઈ જ નિયંત્રણ આવવાનું નથી અને આ અનિયંત્રિત લોભ પર્યાવરણને રફેદફે કરી નાખીને સંપૂર્ણ જગતને વિનાશને આરે લાવીને મૂકી દેવાનો છે. પ્રભુ ! સહુનાં મનને તું તારી પાસે રાખી દે.

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100