Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 54
________________ લોકશાહીમાં બહમતી “કડવી’ વાસ્તવિકતા છે - અરૂણ શૌરી હિન્દુસ્તાન : તા. ૫/૬/૦૭ ગાંડાઓની હૉસ્પિટલમાં ગાંડાઓની દવા બહુમતીના આધારે કરવામાં નથી જ આવતી. ઘરમાં શાક કયું બનાવવું, એનો નિર્ણય પરિવારમાં બહુમતીના આધારે નથી જ લેવામાં આવતો. મકાન બનાવવામાં ઈટચૂનો-સિમેન્ટ-પાણી કેટલા વાપરવા, એનો નિર્ણય ઍન્જિનિયર-કડિયાઓના સમૂહ વચ્ચે બહુમતીના આધારે લેવામાં નથી જ આવતો; પરંતુ આ વિરાટ દેશના પ્રજાજનોનાં સુખ અને હિત માટે શું કરવું, એનો અધિકાર કોના હાથમાં સોંપવો, એનો નિર્ણય બહુમતીના આધારે જ કરવામાં આવે છે. કરુણતા છે ને? વિનોબાજીએ એક જગાએ લખ્યું હતું કે ૪૯ જણાને કેળાં ખાવા હોય પણ ૫૧ જણાને સફરજન ખાવા હોય તો સોએ સો જણાને સફરજન જ ખાવા માટે મજબૂર કરવામાં આવે એનું નામ લોકશાહી ! ૧૦૦માંથી ૬૦ જણા મતદાન કરે. એમાં ૩૫ મતથી જે જીતી જાય એ વિજેતા ઉમેદવાર જાહેર થાય અને એ વિજેતા ઉમેદવાર ૧૦૦ જણા ઉપર રાજ કરે આ છે લોકશાહીમાં બહુમતીની “કડવી’ વાસ્તવિકતા ! ૫૪

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100