Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 52
________________ C સાહિત્યને વિકૃત થતું અટકાવો - વરિષ્ઠ સાહિત્યકાર ચન્દ્રયાન મિશ્ર રાજસ્થાન પત્રિકા ઃ તા. ૫/૬/૦૭ ‘વિકૃતિ’ની વ્યાખ્યા જ આજના વ્યભિચારીઓએ, વ્યસનીઓએ અને ધનલપરોએ જ્યારે બદલાવી દીધી છે ત્યારે સાહિત્યમાં વિકૃતિના પ્રવેશને રોકવાની વાત અત્યારે જુનવાણીમાં જ ખપી રહી હોય તો જરાય નવાઈ નથી લાગતી. પારિવારિક ગણાતા કોઈ પણ સમાચારપત્રને તમે જોઈ લો. એમાં છપાઈ રહેલા અશ્લીલ ફોટાઓ ોઇને તમને કદાચ એમ લાગવા માંડે કે હું ‘પ્લે-બોય’ તો નથી વાંચી રહ્યો ને ? તો ય આશ્ચર્ય નહીં થાય. પરિવારના પ્રત્યેક સભ્યના હાથમાં આવતા સમાચારપત્રની જો આ હાલત હોય આજે તો અન્ય સાહિત્યની તો વાત જ શી કરવાની ? વનિતા વિનાની વાર્તા આજે નથી લખાતી. પ્રણય ત્રિકોણ વિનાની નવલકથા આજે હાથમાં નથી આવતી. નગ્ન, અર્ધનગ્ન યુવતીઓની ઉત્તેજક તસવીરો વિનાનું કોઈ મેગેઝીન બજારમાં આંખે નથી ચડતું. આવતી કાલે કદાચ એવા દિવસો આવે તો ય નવાઈ નહીં લાગે કે જ્યારે સદાચારપ્રેમીઓને સાત્ત્વિક સાહિત્ય વાંચવા લાઇબ્રેરીઓમાં જ જવું પડશે !

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100