________________
ઓછું ભણેલા લોકો પણ કારોબારમાં પરાક્રમ કરી શકે છે
નવભારત ટાઈમ્સ : તા. ૪/૬૦૦
ભણતર, ગણતર અને ઘડતર એ ત્રણેય જુદી ચીજ છે એ વાત આજના યુવામાનસમાં ઠસાવવી અતિ મુશ્કેલ બની ગઈ છે. આજના યુવાનો તો એમ જ માની બેઠા છે કે જો તમારી પાસે ભણતર છે તો તમારી પાસે બધું જ છે. વ્યવહારકુશળતા પણ તમારી પાસે છે અને ચાલાકી, હોશિયારી, અક્કલ પણ તમારી પાસે છે. લોકપ્રિયતા પણ તમારી પાસે છે અને કોઠાસૂઝ પણ તમારી પાસે છે; પરંતુ હકીકત આખી જુદી જ છે. ભણતર મૃતિ આધારિત છે. ગણતર સંસ્કાર આધારિત છે અને ઘડતર ઔચિત્ય આધારિત છે. દેખાય છે એવું પણ કે ભણતરમાં પાછળ રહેલ જૂની પેઢીના કેટલાક લોકો કોઠાસૂઝના આધારે ક્યાંના ક્યાં પહોંચી ગયા છે ! અરે, માત્ર પાંચ ચોપડી ભણેલા શેઠિયાઓને ત્યાં ઍન્જિનિયરો અને ડિગ્રીધારીઓ નોકરી માટે આંટા લગાવી રહ્યા છે ! ભણતર, ગણતર અને ઘડતર, એ ત્રણેયનો સંગમ જેમના જીવન આંગણે રચાયો હોય એવા યુવાનો કેટલા?