Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 44
________________ જ્યાં સંપત્તિ હશે, ત્યાં લાંચની માખીઓ આવશે જ નવભારત ટાઈમ્સ : તા. ૩/૬/ પવન તાકાતવાન છે એટલે એ દીપકને બુઝવી નાખે છે એવું નથી પરંતુ દીપક કમજોર છે એટલે પવનની એક જ લહેરખી એને બુઝાવી નાખે છે. બાકી, ભલે ને આવી જતો વાવાઝોડાનો પવન દાવાનળની સામે. દાવાનળ એનાથી બુઝાઈ જતો તો નથી પરંતુ વધુ ને વધુ પ્રજ્વલિત થઈને એ ચારે ય બાજુ પ્રસરતો જાય છે. સંપત્તિ જ્યાં આવે છે ત્યાં લાંચ આવી જતી નથી પરંતુ મન જ્યાં નિઃસત્ત્વ, નિર્માલ્ય અને પ્રલોભનપ્રેમી હોય છે ત્યાં જ સંપત્તિ મનને લાંચ લઈ લેવા ઉશ્કેરતી રહે છે. અને હકીકત એ છે કે ચારે ય બાજુ આજે જે પણ વાતાવરણ ઊભું થઈ ગયું છે અને ઊભું થઈ રહ્યું છે એ મનને નિઃસત્ત્વ અને નિર્માલ્ય બનાવવા સિવાય બીજું કશું જ કરતું નથી. આ સ્થિતિમાં સંપત્તિ મનને લાંચ લઈ લેવા જ નહીં ઉશ્કેરતી રહે, સ્ત્રી મનને વ્યભિચાર માટે ય ઉશ્કેરતી રહેશે અને સત્તા મનને કાવાદાવા તથા ક્રૂરતા માટે ય ઉશ્કેરતી રહેશે. યાદ રાખજો, પવન નિમિત્ત] ને અટકાવી નહીં શકાય. દીપક [મન] ને જ દાવાનળ સાત્ત્વિક) માં આપણે રૂપાંતરિત કરી દેવાનો છે. બસ, પછી આપણે સલામત જ છીએ. ૪ ૪

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100