Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 42
________________ ખાતાં ખાતાં ટી.વી. જોવાની કુટેવ આરોગ્ય માટે નુકસાનકારક ગુજરાત સમાચાર : તા. ૧૧/૪/૦૦ નજરોનજર જોયું છે કે વિમાનના કાન ફાડી નાખે એવા અવાજો પછી ય સાન્તાક્રુઝનાં કબૂતરો શાંતિથી ચણ ચણતાં રહ્યા છે. બસ, એ જ હાલત સર્જાઈ છે આજે ટી.વી.ની બાબતમાં. તમે એનાં લાખ નુકસાન વર્ણવો. સમયનો દુવ્યર્ય. સંપત્તિનો વેડફાટ. સંબંધોમાં કડવાશ. સદ્ગુણોનો નાશ. સ્વાથ્યમાં ગરબડ. કોઈ એ નુકસાનોને ગંભીરતાથી મન પર લેવા તૈયાર નથી. કદાચ કહેવું હોય તો એમ કહી શકાય કે ટી.વી. એ આજના માણસના જીવનમાં નશા'નું સ્થાન લઈ લીધું છે. લાખ નુકસાન છતાં ય માણસ નશાનું શરણું છોડવા જેમ તૈયાર થતો જ નથી તેમ લાખ નુકસાન છતાં આજનો માણસ ટી.વી.થી જાતને દૂર કરી દેવા તૈયાર જ નથી. એક જ વિકલ્પ છે. ન જ બુઝવી શકાય એવી આગ ગોડાઉનને લાગી ગઈ હોય ત્યારે બચાવી શકાય એટલા બે-ચાર પૂળા બચાવી લઈને સંતોષ માનવો. સમષ્ટિ ટી.વી.નું શરણું છોડવા તૈયાર ન હોય તો છેવટે જાતને ટી.વી. થી દૂર કરી દઈને સંતુષ્ટ થઈ જવું.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100