________________
મારા દેશમાં મારી કદર નથી
• શિલ્પા શેટ્ટી પત્રિકા: તા. ૨૯/૫/૦૭
છે
શિલ્પાબહેન ! અમારે ત્યાં એક સરસ વાત આવે છે, આવ નહીં, આદર નહીં, નહીં નયણોમાં નેહ; તસ ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે મેહ.” જે ઘરમાં આવકાર ન મળે, આદર ન મળે, આંખમાં સ્નેહ જોવા ન મળે એ ઘરમાં સુવર્ણનો વરસાદ વરસતો હોય તો ય ક્યારેય ન જવું. રિચાર્ડ ગેર સાથેના તમારા સુંદર [???] વ્યવહાર બદલ આ દેશના જુનવાણી [3] માનસ ધરાવતા લોકો દુઃખી થઈ ગયા હોય, તમારો હુરિયો બોલાવ્યો હોય અને કોર્ટમાં તમારી સામે કેસ ઠોકી દીધો હોય અને એના કારણે તમને એમ લાગ્યું હોય કે ‘આ દેશમાં મારી કોઈ જ કદર નથી' તો અમારે તમને એક જ સલાહ આપવી છે કે તમે વહેલી તકે આ દેશ છોડીને પરદેશ ચાલ્યા જાઓ. ત્યાં તમે શરીર પરના બધાં કપડાં જાહેરમાં ઉતારી પણ શકશો અને એ દેશના સંસ્કારી [3]. પ્રજાજનોની તાળીઓ પર તાળીઓ મેળવી શકશો. અલબત્ત, તમારા પરદેશમાં ચાલ્યા જવાથી આ દેશ તમારા જેવાં સન્નારી [2] ગુમાવવા બદલ થોડોક દુઃખી જરૂર થશે પણ એટલું દુઃખ વેઠી લેવાની પ્રભુએ અમને તાકાત આપી જ છે !