Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 34
________________ કન્ડોમ કિંગ' ને હેલ્થ પુરસ્કાર રાજસ્થાન પત્રિકા : તા. ૩૧/૫/૦૭ એક સમય હતો કે જ્યારે અહીં લોકોને ગલતથી, ખરાબથી, બુરાઈથી દૂર રાખનારના સન્માન થતા હતા. પણ આજે કાળ બદલાયો છે. ગલતથી દૂર રાખનારના નહીં પણ ગલતને હોશિયારીપૂર્વક કરવાના રસ્તાઓ બતાડનારના આજે સન્માન થવા લાગ્યા છે. ‘કન્ડૉમ’ આખરે છે શું? તમારે જે પણ વ્યભિચાર લીલાઓ આદરવી હોય એ આદરો, પતિ બનીને તમારે પત્નીને બેવફા બનવું હોય તો બનો, તમે પુત્ર હો અને પપ્પાને “મામા’ બનાવવા માગતા હો તો બનાવો, તમે વિદ્યાર્થી હો અને શિક્ષકને બેવકૂફ બનાવવા માગતા હો તો બનાવો. માત્ર એક કામ કરો. જ્યાં જાઓ ત્યાં ‘કન્ડૉમ’ સાથે રાખીને જ જાઓ. દિલ્લીમાં તો ગલીએ ગલીએ આ બોર્ડ લાગ્યા છે. ‘કન્ડૉમ લઈને ચાલો’ કોઈ પૂછનાર નથી આવા બોર્ડ મૂકનારને કે ક્યાં ?” પશ્ચિમના દેશોને કન્ડૉમ માટે બજાર જોઈતો હતો આ દેશના મૂરખ શાસકોએ અને લોભાંધ ઑફિસરોએ આ દેશના દસેય દરવાજાઓ પર બોર્ડ મૂકી દીધા છે, “કન્ડૉમ ! સ્વાગત છે” ૩૪

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100