Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 37
________________ હી દિલ દુઃખ મને એ વાતનું છે કે આ દેશના લોકોએ રિચાર્ડ ગેર સાથે દુર્વ્યવહાર કર્યો -શિલ્પા શેટ્ટી પત્રિકા : તા. ૩૧/૫/૦૦ થી શિલ્પાબહેન, તમારી વાત સાચી છે. જે માણસે જાહેરમાં તમારી સાથે-આજ સુધીમાં કોઈએ પણ ન કર્યો હોય એવો સુંદર [2] વ્યવહાર કરીને તમને જગપ્રસિદ્ધ કરી દીધા એ માણસને આવા સુંદર [7] વ્યવહાર બદલ આ દેશના લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લેવો જોઈતો હતો એમ જ તમારું કહેવું છે ને? એને લીંબુનું સરબત અથવા તો વિદેશી દારૂ પીવડાવી દઈને તરબતર કરી દેવો જોઈતો હતો એમ જ તમારું કહેવું છે ને? આવી અદ્ભુત હિંમત કરવા બદલ રાષ્ટ્રપતિએ એને સુવર્ણ ચન્દ્રકથી નવાજી દેવા જેવો હતો એમ જ તમારું કહેવું છે ને? તમારી લાગણી અમે સમજી શકીએ છીએ. જો રિચાર્ડ ગેરનું આ રીતનું સન્માન થયું હોત તો એને પગલે પગલે આ દેશના અન્ય લોકો પણ ચાલવાની હિંમત કરત અને આ દેશમાં તમે જ્યાં ક્યાંય પણ જાત ત્યાં ત્યાં તમારી સાથે એ લોકો રિચાર્ડ ગેર જેવો જ વ્યવહાર કરત ! સાચે જ આ દેશના લોકો તમારા દિલને સમજી શક્યા નહીં. એમને એમ કે તમે રિચાર્ડ ગેરના એક જ વખતના વ્યવહારથી સંતુષ્ટ થઈ ગયા હશો. એમને શું ખબર કે તમે આ દેશના પ્રત્યેક માણસને રિચાર્ડ ગેર જેવો જ લાભ [9] આપવા તૈયાર હતા? ૩૭

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100