________________
ક્ષમતાથી અધિક પશુવધ પર પાર્ષદોએ ચિંતા વ્યક્ત કરી
રાજસ્થાન પત્રિકા ઃ તા. ૩૧/૫/૦૭
હાઈકોર્ટના હુકમ છતાં,
એકલા દિલ્લીમાં ૧૧,૦૦૦ ગેરકાયદેસર કતલખાનાંઓ ચાલી રહ્યા છે.
એમ મેનકા ગાંધીએ મારા પરના પત્રમાં લખ્યું છે.
જ્યારે અહીં તો કાયદેસર ?] કતલખાનાં અંગેની વાત છે.
જ્યાં ૨૫૦૦ પશુઓ જ કાપવાની છૂટ છે ત્યાં
રોજનાં ૧૦,૦૦૦ પશુઓ કપાઈ રહ્યા છે. આ દેશનું બંધારણ ભલે ને એમ કહેતું હોય કે આ દેશના પ્રત્યેક પશુને જીવવાનો અધિકાર છે પણ પશુઓને માટે તો આ દેશમાં
અત્યારે પ્રત્યેક દિવસ હોળીનો દિવસ જ ચાલી રહ્યો. ખૂંખાર યુદ્ધમાં ય ક્યારેક તો ‘વિરામ’ થાય છે પરંતુ પશુઓની કતલ તો અહીં
અવિરતપણે ચાલી જ રહી છે.
સવળી દિશામાં
આ દેશ કીડીની ગતિએ પણ નથી ચાલી રહ્યો
અને
અવળી દિશામાં આ દેશે અત્યારે રૉકેટની ઝડપ પકડી છે !
અને છતાં આશ્ચર્ય એ છે કે આખી દુનિયા સહિત આ દેશ ખુદ એમ માની રહ્યો છે કે
વિશ્વસત્તા બનવાની આડે આપણે હવે માત્ર કેટલાંક વરસો જ બાકી રહ્યા છે !
૩૩