Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 28
________________ શોપિંગ મોલના વિરોધમાં સંગઠિત થઈ રહેલ વેપારીઓ પત્રિકા : તા. ૨૯/૫/ap શરીરના એક અંગનો જ વિકાસ થાય અને એ અંગનો વિકાસ બાકીનાં અંગોના વિકાસનું બલિદાન લઈને જ રહેતો હોય તો એવા વિકાસને અટકાવવો જ પડે છે. થાળીમાં રોટલી પચાસ હોય અને અન્ય દ્રવ્યો અતિ અલ્પ પ્રમાણમાં હોય તો એ ભોજનમાં સમ્યક્ પરિવર્તન કરવું જ પડે છે. બસ, એ જ હકીક્ત બની રહી છે. શૉપિંગ મૉલની બાબતમાં, જો એ મૉલ સંસ્કૃતિ આ દેશમાં બે-રોકટોક ફૂલી-ફાલી ગઈ તો હજારો નાના વેપારીઓ રસ્તા પર આવી જવાના છે. કારણ કે જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ મૉલમાં જ મળી જવાના કારણે, એવી વસ્તુઓ વેચનારા વેપારીઓ નવરાધૂપ જ બની જવાના છે. સાંભળવા મળ્યા મુજબ અમેરિકામાં મૉલ સંસ્કૃતિ વિરુદ્ધ જબરદસ્ત આંદોલન શરૂ થયું છે, ધર્મગુરુઓ લોકોને પ્રતિજ્ઞા આપવા લાગ્યા છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય અને સ્વાસ્થ્ય અંગેની દવાઓ સિવાય માઁલમાંથી કશું જ ખરીદો નહીં. કારણ ? મોંલનું સર્જન તમને ભિખારી બનાવી દેવા જ થયું છે. આ દેશના પ્રજાજનોને આ સત્ય સમજાશે ખરું? ૨૮

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100