Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 26
________________ અંગ્રેજી ભાષાના વધતા પ્રભાવને અટકાવી નહીં શકાય હિન્દુસ્તાન : તા. ૨૮/૫/૦૭ માતાનાં દૂધ કરતાં બાટલીના દૂધનો પ્રભાવ વધવા લાગે એ હકીકત જો બાળક માટે નુકસાનકારી જ નીવડે છે, સારા ઍક્સ-રે કરતાં સારા ફોટાનો પ્રભાવ વધવા લાગે એ વાસ્તવિકતા જો વ્યક્તિના સ્વાથ્ય માટે ખતરનાક જ નીવડે છે, ઘરનાં ભોજન કરતાં હોટલનું ભોજન વધુ સ્વાદકારી લાગવા માંડે એ સ્થિતિ જો પારિવારિક સ્વસ્થ સંબધો માટે ઘાતક જ નીવડે છે માતૃભાષા કરતાં અન્ય ભાષાનો પ્રભાવ જીવન પર, સમાજ પર અને રાષ્ટ્ર પર વધવા લાગે એ વાસ્તવિકતા પ્રત્યેક માટે જોખમી જ પુરવાર થાય છે. કમાલ છે આ દેશના પ્રજાજનોની માનસિકતા ! રાષ્ટ્રધ્વજનું અહીં અપમાન કરે છે કોઈ તો તોફાનો ફાટી નીકળે છે. રાષ્ટ્રીય પક્ષી મોરની અહીં હત્યા કરે છે કોઈ તો એને કડક સજા થાય છે પણ રાષ્ટ્રભાષાને અહીં પોતાના જીવનવ્યવહારમાંથી સર્વથા દૂર કરી દે છે કોઈ, તો એને કોઈ કાંઈ જ કરતું નથી ! કદાચ બધાયની માનસિકતા આ જ બની ગઈ છે ! LINUM

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100