________________
સ્ત્રીને પોતાના પતિ સાથે રહેવાની ફરજ પાડી શકાય નહીં
- જયપુર હાઈકોર્ટનો ચુકાદો ગુજરાત સમાચાર : તા. ૨૧/૪/૦૭
ન જોઈતા બાળકને
જન્મ આપવાની સ્ત્રીને ફરજ પાડી ન શકાય એવો કાયદો આ સરકારે બનાવ્યો.
ન ગમતાં માબાપને
સાચવી લેવાની દીકરાને ફરજ પાડી ન શકાય
એવો કાયદો આ સરકારે બનાવ્યો.
ન ગમતી પત્નીને જીવનમર સાથે રાખવાની પતિને ફરજ પાડી ન શકાય
એવો કાયદો આ સરકારે બનાવ્યો
અને હવે એક એવો ચુકાદો હઇકોર્ટ આપી દીધો છે કે પતિને છોડીને સ્ત્રી જો પોતાના પ્રેમી પાસે રહેવા જવા માગતી હોય તો
સ્ત્રીને પોતાના પતિ પાસે જ રહેવાની ફરજ પાડી ન શકાય.
દીકરાને મમ્મી બદલવાની છૂટ નહીં પણ
સ્ત્રીને પતિ બદલવાની, પતિને છોડી દેવાની,
પતિને બેવફા બનવાની, પતિને મૂરખ બનાવવાની છૂટ !
આ બધું ય માનવ અધિકારના નામે !
આ દેશ વખણાતો હતો સ્થિર સંબંધ માટે
અને શુદ્ધ સંબંધ માટે !
અને એના કેન્દ્રમાં વાત માનવ અધિકારની નહોતી
પણ માનવ ફરજની હતી. આજે જમાનાએ કરવટ બદલી છે.
માનવ ફરજની વાત ક્યાંય નથી.
માનવ અધિકારના નામે બેશરમ બનવાની વાત સર્વત્ર છે !
a
૨૫
San