Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 30
________________ વિશ્વમાં ૨૩ કરોડ બાળકો યૌનશોષણના શિકાર હિન્દુસ્તાન : તા. ૨૯/૫/૦૦ આ બાળકોનું યૌન શોષણ કરનારા છે કોણ? કાં મામાઓ અને કાં કાકાઓ. કાં પડોશીઓ અને કાં શિક્ષકો. કાં લેભાગુઓ અને કાં વ્યભિચારીઓ. જે હોય તે પણ એ બધાય પુખ્ત તો ખરા જ ને? પરિપક્વ તો ખરા જ ને? પ્રશ્ન એ છે કે બાળકોનું આ યૌનશોષણ અટકાવવા બાળકોને નાની વયમાં જાતીય શિક્ષણ આપવું જરૂરી છે? કે પછી પોતાની જાતને પુખ્ત અને પરિપક્વ માનતા કાકા, મામા, પડોશીઓ, શિક્ષકો વગેરેને સંસ્કારી બનાવવાની જરૂર છે? ઘોડાની ચાલ સુધારવાનો પ્રયાસ પ્રથમ કરવાનો? કે બદમાશ જોકીની બુદ્ધિને પહેલાં ઠેકાણે લાવવાની ? હૉસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને પહેલાં સાજા કરવાના ? કે એ હૉસ્પિટલના જે ડૉક્ટરો ચોવીસેય કલાક નશામાં જ રહે છે એમને પહેલાં બાટલીથી દૂર કરી દેવાના? સ્કૂલોમાં ભણી રહેલ બાળકોને જાતીય શિક્ષણ આપવાની કોઈ જ જરૂર નથી, બજારમાં ભટકી રહેલા અને ઘરમાં જ ગુમરાહ બની ગયેલા સાક્ષરોને સંસ્કારી બનાવી દો. બાળકોનું થઈ રહેલ યૌનશોષણ બંધ થઈ જ જશે. ૩)

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100