________________
ભારતમાં મોબાઈલ ફોનની સંખ્યા ૧૯ કરોડે પહોંચી
ગુજરાત સમાચાર : તા. ૧૮/૪/૦૭
આ દેશના લગભગ ચાર કરોડ બાળકો પાસે સ્કૂલ નથી,
કરોડો લોકો પાસે દૂધ નથી અને શાકભાજી નથી. લાખો ગામડાંઓમાં લાઇટ નથી અને પાણી નથી. કરોડો દર્દીઓ પાસે દવાની કોઈ વ્યવસ્થા નથી. લાખો બાળકો મૈં વસ્ત્રહીન અવસ્થામાં નાગાપૂગા ફરી રહ્યા છે.
એની કોઈ જ વ્યયા, વેદના કે વલોપાત નથી તો આ દેશના શાસકોને કે
નથી તો આ દેશના ઉદ્યોગપતિઓને.
એમને તો
એક જ ચિંતા છે કે આ દેશના ગામડે ગામડે
રી વી. આવી જાય,
ઘરે ઘરે કમ્પ્યૂટર આવી જાય અને
દરેક હાથમાં મોબાઇલ આવી જાય ! કલ્પના કરો.
શરીર પર વસ્ત્રો હોય નહીં અને
અલંકારો પાર વિનાના હોય એ વ્યક્તિનું દર્શન કેવું બેહુદું લાગે ?
જરૂરિયાતની ચીજો બધા પાસે હોય નહીં અને મોજશોખની વસ્તુઓ બધા પાસે પહોંચાડવાના પ્રયાસો પુરબહારમાં ચાલુ હોય એ દેશનું ભાવિ કેવું ખતરનાક બની રહે ?
૨૭