________________
મહિલાઓના આપઘાતમાં વધારો
દિવ્ય ભાસ્કર : તા. ૪/૪/૦૭
કબૂતરને તમે પગે ચાલવાનું કહો. કબૂતરનું થાય શું? ઝાડુવાળાને તમે બૅક મૅનેજર બનાવી દો. ઝાડુવાળાનું થાય શું? આંખનું કામ તમે જીભને સોંપી દો. જીભનું થાય શું? હૃદયનું કામ તમે બુદ્ધિને સોંપી દો. હૃદયની હાલત થાય શી ? પૂર્વના કાળમાં સ્ત્રી ઘર ચલાવતી હતી હૃદયના માધ્યમે અને પુરુષ પૈસા કમાતો હતો બુદ્ધિના માધ્યમે. બંને સાંજ પડ્યે ઘરમાં ભેગા થતા હતા પણ બંને વચ્ચે સંઘષો લગભગ થતા નહોતા. કારણ કે બુદ્ધિથી ઊભા થતા સંઘર્ષો, હૃદય સમાપ્ત કરી દેતું હતું પણ સબૂર ! આજના યુગે સ્ત્રીના હૃદયને સુષુપ્ત વિધાનસભા જેવું બનાવી દીધું. જીવંત ખરું પણ વપરાશ કાંઈ નહીં. એને બજારમાં લાવીને મૂકી દીધી અને બજાર બુદ્ધિ વિના તો ચાલે છે જે ક્યાં ? બસ, પરિણામ જે આવવાનું હતું એ જ આવી ગયું.
સ્ત્રી પણ બુદ્ધિશાળી અને પુરુષ પણ બુદ્ધિશાળી. બંને વચ્ચેના સંઘર્ષોનું સમાધાન કરતું હૃદય ગાયબ થઈ ગયું. આ સ્થિતિ સ્ત્રી માટે આઘાતજનક બની ગઈ. અને એ આપઘાતના માર્ગ પર પસંદગી ઉતારી બેઠી. સાવધાન !