Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 18
________________ સ્કૂલોને વિધામંદિર જ રહેવા દો, સેક્સમંદિર ન બનાવો. - રામદેવબાબા દૈનિક ભાસ્કર : તા. ૭/૪/૦૭ વાસનાલંપટ વ્યભિચારી અને વિકૃત બુદ્ધિવાળા બુદ્ધિજીવીઓએ નક્કી કરી દીધું છે કે અમે કોઈ પણ વયને પવિત્ર રહેવા દેવાના જ નથી. અને કોઈ પણ સ્થાને પવિત્ર રહેવા દેવાના જ નથી. બાબાની વય ભલે ને માત્ર પાંચ જ વરસની છે. આગળ જતાં વાસનાના વિષય પર એ PH.D. થઈ શકે એ માટે અમે એને નર્સરીમાં હોય ત્યારથી જ વાસના અંગેની સૂક્ષ્મમાં સૂક્ષ્મ જાણકારી આપી દેવાના છીએ અને એ ય નગ્ન ચિત્રો સહિતની. રામદેવબાબાની વેદના સાથી છે. એમનો વલોપાત સાચો છે. સ્કૂલોને તો આપણે ત્યાં વિદ્યામંદિરનું અને સરસ્વતી મંદિરનું ગૌરવ આપવામાં આવ્યું છે. ત્યાં જ જો વાસનાની જાણકારી આપવામાં આવશે. તો પછી એ વિદ્યામંદિરને સેક્સમંદિર બની જતાં વાર કેટલી લાગશે ? પણ, રામદેવબાબા ! એક વાત કરું તમને ? દુનિયાને આ દેશે ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો તો ઘણા આપ્યા છે. પણ આ દેશના શાસકો ઇચ્છે છે કે હવે આપણે દુનિયાને વધુ ને વધુ સંખ્યામાં સેક્સોલોજિસ્ટો આપીએ. એ માટે સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશન આપવા સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ ક્યાં છે ? ૧૮

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100