Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 20
________________ " ભારતના બધા જ રાજકીય પક્ષો મિમિક્રી કરી રહ્યા છે છે - બ્રિટન અધ્યાપક : જેરેમી સિબુક નવભારત ટાઈમ્સ : તા. ૨૬/૫/૦૭ સરકસના બધા જ જોકરો મિમિક્રી કરી રહ્યા છે એવું કોઈ કહે અને આપણને એમાં આશ્ચર્ય થાય તો આ વાક્ય વાંચીને આપણને આશ્ચર્ય થાય કે ભારતના બધા જ રાજકીય પક્ષો મિમિક્રી કરી રહ્યા છે. બાકી, ખરું પૂછો તો અહીં એવા રાજકીય પક્ષો છે જ ક્યાં કે જેમને દેશના પ્રજાજનોનાં સુખની અને હિતની જ પડી છે? એ સહુને તો પડી છે, સત્તાની. જે પણ રસ્તે સત્તા મળતી હોય એ તમામ રસ્તાઓ અપનાવવાની તેઓની તૈયારી છે. એ રસ્તામાં ખૂનના રસ્તાઓ પણ છે, વિદેશથી આવતા અઢળક પૈસાના રસ્તાઓ પણ છે, ગુંડાગીર્દીના રસ્તાઓ પણ છે અને ચૂંટણીના રસ્તાઓ પણ છે. વાંચી હતી મેં ક્યાંક કોક અજ્ઞાત લેખકની આ પંક્તિઓ – વારતા રે વારતા પાંચ વરસે પ્રધાનજી આવતા. ખોટાં વચનો આપતા. લોકોને ભરમાવતા. વોટ લઈને ભાગતા. ફરી પાંચ વરસે આવતા. વારતા રે વારતા” હા, આ દેશની હાલત અત્યારે શરીર પર ચડી ગયેલ સોજા જેવી છે. પ્રજા બરબાદ, દેશ આબાદ અને એનો તમામ યશ આ દેશના રાજકીય પક્ષોના ફાળે જાય છે ! ૨૦

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100