________________
કેફી દ્રવ્યોના નશીલા ધંધામાં માદક માનુનીઓની હેરાફેરી
ગુજરાત સમાચાર: તા. ૪/૪/૦૦
પુરુષની સંપત્તિ કદાચ સ્ત્રીની કમજોર કડી નથી પણ રહી પરંતુ સ્ત્રીનું રૂપ તો કાયમ પુરુષ માટે કમજોર કડી જ રહ્યું છે. અને એનું જ આ દુષ્પરિણામ આવ્યું છે કે ક્ષેત્ર ચાહે બજારનું હોય કે રાજકારણનું હોય, સમય ચાહે અજવાળાનો હોય કે અંધારાનો હોય, સંયોગ ચાહે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય સ્ત્રીના રૂપનો પુરુષને ફસાવવામાં, ખંખેરવામાં, બદનામ કરવામાં, બે-ઇજ્જત કરવામાં ભરપૂર ઉપયોગ થતો જ રહ્યો છે અને મરદ મૂછાળા પુરુષો એ રૂપ સામે સર્વથા લાચાર બનીને શક્તિ-સંપત્તિ-સગુણો બધું જ હારી ગયા છે. હવે, કેફી દ્રવ્યોની હેરાફેરીમાં માદક લલનાઓ આવી ગઈ છે. પરિણામ? યુવાવયે શરીર રોગનું ઘર. મન ઉન્માદનું ઘર. જીવન વાસનાનું ઘર. ચિત્ત નઠોર, હૃદય કઠોર અને સમસ્ત પરિવાર બે-ઘર ! યુવાન ! રૂપને ‘ના’ પાડવાની હિંમત કેળવી લે. તું બચી જઈશ. તારો પરિવાર બચી જશે !