Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 15
________________ હરિયાણાના એક ગામમાં ક્રિકેટ પર સંપૂર્ણ પ્રતિબંધ ગુજરાત સમાચાર : તા. ૪/૪/૦૭ કરોડો કલાકોની સ્મશાનયાત્રા કાઢી નાખતી ક્રિકેટની આ રમત નથી તો ખેલદિલીની રહી કે નથી તો ખાનદાનીની કે ખુમારીની રહી. આ દેશનો બહુજનવર્ગ એમ માની રહ્યો છે કે આ રમતમાં ખેલાડી, અમ્પાયર, કૅપ્ટન, પસંદગી સમિતિના સભ્યો, પીચ બનાવનાર વગેરે બધા જ ‘ફૂટી ગયેલા છે. કરોડો-અબજો રૂપિયાની ઊથલપાથલ આ મૅચના માધ્યમ આ મેચ સાથે સંકળાયેલા બધા જ લોકો કરી રહ્યા છે. આ દેશની આખી યુવાપેઢીને તેઓ રીતસરના મૂરખ અને બેવકૂફ બનાવી રહ્યા છે. ખ્યાતનામ હિન્દી કોમેન્ટેટર સુશીલ દોશીએ મને ઈદોરમાં કહેલું કે મહારાજ સાહેબ, તેંડુલકર ૦ માં આઉટ થઈ જાય છે તો દેશના યુવાનોના શ્વાસ અદ્ધર થઈ જાય છે અને દેશની સરહદ પર દેશની રક્ષા કરતા ૧૦/૧૦ જવાનો રોજ શહીદ થઈ જાય છે તો ય આ દેશનો યુવાન આંસુનું એક બુંદ પાડવા તૈયાર નથી. યુવાનોની મરી ગયેલ સંવેદનશીલતાને જીવતી કરવા આપ કંઈક કરો !' હું કરું શું?

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100