________________
મહારાષ્ટ્રમાં દર ત્રણ કલાકે એક વિનયભંગ અને દર છ કલાકે એક બળાત્કાર
મુંબઈ સમાચાર : તા. ૪/૪/૦૭
તમે નજર પેપર પર કરો કે મેગેઝીન પર કરો. તમે ટી.વી. ખોલો કે મોબાઇલ ખોલો. તમે પિક્સર જુઓ કે ફૅશન શો જુઓ. તમે રસ્તા પર લગાડેલ બોર્ડ જુઓ કે ગલીના ખૂણે લગાડેલ પોસ્ટર્સ જુઓ. તમે પૂર્તિ પેપરની વાંચો કે સાપ્તાહિકની વાંચો. તમને બધે જ વ્યભિચારની, વાસનાની અને નગ્નતાની દુકાનો જ ખુલેલી જોવા મળશે. આ સ્થિતિમાં વિનયભંગ, બળાત્કાર અને વ્યભિચારની માત્રાઓ જ વધતી જોવા તમને મળતી હોય તો એમાં નવાઈ શું છે? શાસકોને એટલું જ કહેવું છે કે તમે સાચે જ જો શરદી [વાસના]ના દર્દીઓની સંખ્યામાં કડાકો બોલાવવા માગો છો તો તમારી જ મહેરબાનીથી ઠેરઠેર ખુલી ગયેલ આ દહીં વ્યભિચારની દુકાનો બંધ કરી દો. પણ સાચું કહું ? અમને તો તમારી દાનતમાં જ શંકા છે. તમે અમારી સમક્ષ હાથીના બતાવવાના દાંત દેખાડી રહ્યા છો. અને તમે અંદરના દાંત સાચવવામાં પડ્યા છો.
૧૩