________________
કિશોર શિક્ષાનો અર્થ યૌનશિક્ષા નથી. - c.B.s.E. ના ચૅરમૅન અશોક ગાંગુલી
દૈનિક ભાસ્કર: તા. ૭/૪/૦૦
બારદાન બદલી નાખવાથી અંદરનો માલ બદલાઈ જતો નથી એ વાસ્તવિકતા હોવા છતાં બહુજનવર્ગ તો બદલાયેલા બારદાનને જોઈને અંદરનો માલ બદલાઈ ગયો જ હશે એમ સમજીને સામે ચડીને છેતરાતો જ રહે છે. ગાંગુલી સાહેબ પણ આ દેશના પ્રજાજનોના આ ભોળપણનો કિ મૂર્ખાઈનો?] લાભ ઉઠાવવા જ આવી બોગસ જાહેરાતો કરી રહ્યા છે. પૂછો ગાંગુલી સાહેબને, તમે કિશોર શિક્ષાના નામે અમારાં બાળકોને સ્કૂલોમાં જે કાંઈ ભણાવવાના છો એની તમામે તમામ વિગતો અમને બતાવવા તૈયાર છો ખરા? એ શિક્ષામાં બાપ અને દીકરાને, મા અને દીકરીને, ભાઈ અને બહેનને જાહેરમાં ચર્ચા કરતાં શરમ આવે એવું કશું જ લખાણ નહીં હોય એની બાંયધરી આપવા તૈયાર છો ખરા? અરે, તમારા જ દીકરા-દીકરી સમક્ષ તમે ખુદ શિક્ષક બનીને એ શિક્ષા આપવા તૈયાર છો ખરા ? ગાંગુલી સાહેબ, વેશ્યાને “નગરવધુ’નું નામ આપીને એની સોબતમાં ચડી જવા મહેરબાની કરીને અમને ઉશ્કેરો નહીં.
૧૧