Book Title: Tagde Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 9
________________ ભષ્ટાચાર છે ત્યાં સુધી ભારતનિર્માણ મુશ્કેલ - પ્રધાનમંત્રી હિન્દુસ્તાન : તા. ૨૪/૫/૦૦ છે પ્રધાનમંત્રીને એટલું જ પૂછવું છે કે ભ્રષ્ટાચારની ગંગોત્રી છે ક્યાં? ઝૂંપડામાં કે બંગલામાં? નિરક્ષરોમાં કે સાક્ષરોમાં ? શ્રમજીવીઓમાં કે શ્રીમંતોમાં? આમ આદમીમાં કે ઑફિસરોમાં? પ્રજાજનોમાં કે શાસકોમાં? દુઃખ સાથે કહેવું પડે છે કે ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉપરથી નીચે તરફ વહી રહી છે. કરુણ દશા તો એ સર્જાઈ છે કે સરકારે કાયદાઓના અને કરવેરાઓના એવાં જાલિમ જંગલો ઊભા કરી દીધા છે કે એક જમાનામાં “શોખ'ની જગાએ રહેલ ભ્રષ્ટાચાર આજે ‘જરૂરિયાતની જગાએ આવી ગયો છે. પ્રધાનમંત્રીજી ! પ્રજાજનો ઇચ્છે છે કે સૌપ્રથમ તમારી સરકારમાં રહેલ ભ્રષ્ટાચારી પ્રધાનોને તમે પાણીચું પકડાવીને ઘરે બેસાડી દો. મંત્રિત રાઈના દાણા કોકના પર નાખવાથી ભૂત ભાગી જાય પણ રાઈના દાણામાં જ જો ભૂત ભરાઈ ગયું હોય તો? પ્રધાનમંત્રીજી ! હું શું કહેવા માગું છું એ તમે સમજી જ ગયા હશો.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 100