Book Title: Tagde Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 8
________________ મોબાઈલ પર લો હવે ટી.વી. ની મજા દૈનિક ભાસકર : તા. ૨૪/૫/૦૭ વિલાસની અનુકૂળતાઓ કરી આપતું, વ્યભિચારની વ્યવસ્થા કરી આપતું અને હૃદયમાં વિકૃતિઓની આગ પ્રજ્વલિત કરી દેતું કોઈ એક રાક્ષસી સાધન આજે યુવાપેઢીના હાથમાં આવી ગયું હોય તો એ સાધનનું નામ છે, “મોબાઇલ’ એમાં શું નથી આવતું? એ પ્રશ્ન છે. વિકૃત SMS પણ એમાં આવે છે તો બ્લ્યુ ફિલ્મો પણ એમાં આવે છે. રસ્તે જતી યુવતીઓના ફોટા પણ તમે એમાં ઝીલી શકો છો તો તમારા ખુદના પિતાજીને ય તમે “મામા’ બનાવીને ગંદું જે પણ જોવા માગો એ બધું ય તમે એમાં જોઈ શકો છો. આટલું હજી ઓછું હતું ત્યાં હવે મોબાઇલમાં ટી.વી.’ આવી રહ્યું છે. એક તો વાંદરો અને એમાં એને આપી દેવામાં આવ્યો દારૂ. ઉધામા કરવામાં એ બાકી શું રાખવાનો? એક તો યુવાની. બીજી બાજુ વાતાવરણ વિલાસી. ત્રીજી બાજુ મોબાઇલની એના હાથમાં હાજરી અને હવે એમાં ગોઠવાઈ જવાનું ટી.વી. ! યુવાન ! તને પશુતાની ગર્તામાં ધકેલાઈ જતાં હવે માત્ર સમયનો જ પ્રશ્ન રહેવાનો છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 100