Book Title: Tagde Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 6
________________ ગરીબો બરબાદ થશે ત્યારે દિલ્લી આબાદ થશે. હિન્દુસ્તાન : તા. ૨૫/૫/૦૯ માત્ર દિલ્લી જ શું કામ? સમસ્ત હિન્દુસ્તાનની જ વાત કરો ને? કઈ જગાએ આ દેશના રાજનેતાઓએ અને એમને માર્ગદર્શન આપી રહેલા આઇ.એ.એસ. ઑફિસરોએ ગરીબોને જીવતા રહેવાનાં કોઈ આયોજનો અમલી બનાવ્યા છે ? તેઓને ઝૂંપડામાંથી બહાર કાઢીને રસ્તા પર લાવી દેવાનાં આયોજનો તેઓએ કર્યા છે ! ઘઉં-ચોખા, વાલ-વટાણા, મગચણા અને ચોળા જેવા ખાવાનાં દ્રવ્યોને ‘સટ્ટા'માં મૂકી દઈને તેઓના પેટ પર પાટા મારતા રહેવાનાં આયોજનો તેઓએ કર્યા છે! વિરાટ “મૉલ’ ઊભા કરી દેવાની પરવાનગી આપીને શાકવાળાઓને તેઓએ ભીખ માગતા કરી દીધા છે ! સાઇકલ રિક્ષાવાળાઓના લાયસન્સો રદ કરતા રહીને તેઓના સમસ્ત પરિવારને આપઘાતના વિચારોમાં તેઓએ રમતા કરી દીધા છે ! પર્યાવરણની રક્ષાના બૉગસ બહાના હેઠળ કેઈ ફેરિયાઓને રસ્તા પરથી દૂર કરી દઈને ઊના ઊના નિઃસાસા નાખતા તેઓએ કરી દીધા છે. ટૂંકમાં, “ગરીબી હટાવો'ના નારાને સફળ બનાવવા તેઓ “ગરીબી હટાવો” ના કાર્યક્રમને ઉલ્લાસભેર અમલી બનાવી રહ્યા છે ! ગાંધીજી ! તમે છો ક્યાં? LINUMPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 100