________________
વૈશ્વીકરણનો લાભ બધા જ વર્ગોને મળવો જોઈએ.
- ઉપરાષ્ટ્રપતિ ભેરોસિંહ શેખાવત
પત્રિકાઃ તા. ૨૪/૫/૦૦
૭
ગરીબ તો શ્રીમંત સાથે બેસવા તૈયાર થઈ જશે પણ શ્રીમંત ગરીબનું ગૌરવ જાળવવાપૂર્વક એને પોતાની સાથે રાખવા તૈયાર થશે ખરો? આદર્શ તરીકે આ વાત બરાબર છે પણ વાસ્તવિકતાના સ્તર પર આ વાત શક્ય છે ખરી ? અને એમાંય યંત્રોના આ યુગમાં? ઑફિસમાં એક કયૂટર આવે છે અને એ ૨૫ અશિક્ષિતોને બેકાર બનાવી દે છે. ખેતરમાં એક ટ્રેક્ટર આવે છે અને એ લગભગ ૧૬૦ બળદોને કતલખાને રવાના કરવાપૂર્વક કેટલાય ખેડૂતોને આપઘાતના માર્ગે જવા મજબૂર કરી દે છે. રસ્તા પર રિક્ષાઓ દોડતી થાય છે અને એ ઘોડાની તથા ઘોડાગાડીવાળાની પથારી ફેરવી નાખે છે. બજારમાં ‘લૂમ્સ’ આવે છે અને એ હાથવણાટના કેટલાય કારીગરોને ઘરે બેસાડી દે છે. શું કહું? મુખ જેમ ખોરાક લઈને પેટમાં મોકલે છે અને પેટ એ ખોરાકને શરીરમાં બધે જ મોકલી આપીને શરીરને તંદુરસ્ત રાખે છે તેમ સંપત્તિ કહો તો સંપત્તિ અને શક્તિ કહો તો શક્તિ, એ જેની પણ પાસે હોય એ જો મુખ જેવો બની જાય તો જ વૈશ્વીકરણનો લાભ બધા જ વર્ગોને મળવો જોઈએ.’ એ આદર્શ બહુ નાના પાયા પર સફળ થાય. બાકી, શ્રોતાઓ વચ્ચે આ આદર્શને રજૂ કરીને શ્રોતાઓની તાળી મેળવવી ખૂબ સરળ છે.