Book Title: Tagde Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 4
________________ ન ખેતીની હાલત મોટી મોટી ઘોષણાઓ કરતા રહેવાથી સુધરવાની નથી. - આર્થિક વિશ્લેષક : કમલ નયન કાબરા દૈનિક ભાસ્કર: તા. ૨૪/૫/૦૦ દર પાણીના સ્ત્રોતને બંધ કરી દઈને બગીચાને લીલોછમ રાખવાની વાત જો બોગસ જ પુરવાર થાય છે, આવકના સ્ત્રોતને બંધ કરી દઈને શ્રીમંત બની જવાની વાત જો બોગસ જ પુરવાર થાય છે તો પશુઓની બેફામ કતલ કરતા રહીને ખેતીની હાલત સુધારી દેવાની વાત અને ખેડૂતોને આપઘાતના માર્ગેથી પાછા વાળી દેવાની વાત બોગસ જ પુરવાર થવાની છે. પૂછો આ દેશના વડાપ્રધાનને, અન્ન પ્રધાનને અને કૃષિ પ્રધાનને, તમને પશુઓ બચાવવામાં રસ છે? કે પશુઓને કાપતા રહેવામાં રસ છે? આ દેશમાં ગૌશાળા અને પાંજરાપોળો વધુ ને વધુ ખૂલતી રહે એ તમારા પ્રયત્નો છે? કે આ દેશનાં ગામડે ગામડે અને ગલીએ ગલીએ કતલખાનાઓ ખૂલી જાય છે એ દિશામાં તમારા પ્રયાસો છે? જાણી લેવા દો આ દેશના પ્રજાજનોને કે આવતી પંચવર્ષીય યોજનામાં તમે થોડાક રૂપિયાનું હૂંડિયામણ મેળવવા નવાં ૧૦૦ કતલખાનાંઓ ખોલવાનું નક્કી કરી દીધું છે ! તમને પશુઓ બચાવવામાં રસ છે? કે પૈસા બનાવવામાં રસ છે?Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 100