Book Title: Tagde
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 3
________________ બુરાઈ રાજનીતિમાં નથી, લોકોના વિચારમાં છે. - સ્મૃતિ ઈરાની દૈનિક ભાસ્કર : તા. ૨૪/૫/૦૭ પથ્થરમાં આમે ય ક્યાં બુરાઈ હોય છે? બુરાઈ તો ગુંડાના દિમાગમાં જ હોય છે ને? અને એ પથ્થર જ્યારે ગુંડાના હાથમાં આવી જાય છે ત્યારે કેવો હાહાકાર સર્જાઈ જતો હોય છે, એની તો કોને ખબર નથી એ પ્રશ્ન છે. કોઈ પણ પાર્ટીમાં રહેલો એકાદ રાજનેતા તો આજે એવો બતાડો કે જેને આજના પ્રજાજનો સાચા અર્થમાં હૃદયથી પૂજતા હોય ! એ માન્યતા સાચી છે કે ખોટી, એની મને ખબર નથી પણ આ દેશનો બહુજનવર્ગ આજે એમ માની બેઠો છે કે રાજકારણમાં સારા માણસનું કામ જ નથી. એની સારપ રાજકારણમાં મશ્કરીનું પાત્ર જ બનવાની છે. આનો અર્થ ? આ જ કે સારા વિચારવાળા લોકો રાજકારણમાં આવતા નથી અને હલકટ વિચારસરણીવાળા લોકો રાજકારણમાં દાખલ થયા બાદ રાજકારણ છોડતા જ નથી. રાજકારણીઓએ આ દેશની અત્યારે કરેલ હાલત જોઈ લો. ગાંધીજી આજે જીવતા હોત તો એમણે પોતે આપઘાત કરીને જીવન સમાપ્ત કરી દીધું હોત !

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 100