Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ રાજેન્દ્ર નાણાવટી પાછું અજુનના જીવનની આ કટોકટીભરી ક્ષણને આલેખતા અજનવિષાદાધ્યાયને ૨૮ ગ્રંથની ચેય ભૂમિકા તરીકે મંથના એક ભાગ તરીકે પણ સ્વીકાર્યો છે. ગીતામાં પણ અનેકવિધ દર્શનને અદભુત સમન્વય છે. એની રચના જ આ સમન્વય રચવાના ઉદેશથી થઈ છે. અજનના જીવનના સૌથી કપરા નિર્ણયની ધડીએ એના મનમાં ઉદ્દભવેલા પ્રશ્નોના આલેખન પછી બીજા અધ્યાયમાં કર્મયોગની સરળ વ્યવહારુ સમજ છે. સાંખ્ય એટલે પુરુષ અને પ્રકૃતિ, જીવ અને દેહ, અવિનાશી અને નાશવંતનું જ્ઞાન; એટલે એમાંથી એ કેયને મોહ ન હોય. આ સાંખ્યજ્ઞાનને જીવનના સંદર્ભમાં પ્રજવું તે યોગ. કર્મ વિના જીવન ન સંભવે. તેથી નિષ્કામભાવે કર્મ કરવું. આમાં વ્યવહારુ દષ્ટિએ અર્જુનના પ્રશ્નનું સમાધાન આવી જાય છે, પણ પછી આ જ વિચાર વિવિધ દર્શનમાં પણ મૂળભૂત રૂપે પડે છે એમ ગીતા બતાવે છે. કર્મ કરવું જ શા માટે જોઈએ તે અંગેની અનેક દલીલે ત્રીજા અધ્યાયમાં છે. થામાં યજ્ઞસદ્ધાન્તની મૂળ ભાવના પર ભાર મૂક્યો છે. પાંચમામાં સંન્યાસને મૂળ આશય સમજ છે, છઠ્ઠામાં યોગને પાયાને ઉદ્દેશ સમજાવ્યો છે, સાતમામાં સાંખ્યદર્શન તે જ પરા અને અપરા શક્તિ અને તેની ઉપર અટ્ટન એટલે કૃષ્ણની સ્થાપના દ્વારા ભક્તિ, આઠમામાં વૈયક્તિક મૃત્યુ, કાળની પોરાણિક કલ્પના અને જીવન મરણોત્તર ગતિ, નવમામાં ઈશ્વરની અનન્ય ભક્તિ, દસમામાં દરેક પ્રકારની પ્રત્યક્ષ કોઇ કાર્યશક્તિમાં પ્રભુતત્ત્વનું દર્શન, અગિયારમાં વિરાટ કાળપુરુષના અદભુત કાવ્યદર્શન દ્વારા માનવસ્વાર્થની તુરછતા, એમ અઢાર અધ્યાયો સુધી અનેક દશન-વિચારો-સિદ્ધા-અભિગમ ગીતા વર્ણવે છે, પણ એ દરેકની પાછળ એક જ મૂળ વિચાર રહેલો બતાવે છે. કોઈ પણ દષ્ટિએ મનુષ્ય માટે કર્મ અનિવાર્ય છે, કર્મ માણસની નિયતિ છે તેથી યથાપ્રાપ્ત કર્મો પૂરી શક્તિથી કરવાં પણ એના સુખદુઃખાત્મક પરિણામમાંથી મોક્ષ થાય-બચી જવાય તે માટે તે કર્મો તટસ્થતાથી કરવાં. આ રીતે ગીતા તે કાળે ભારતમાં પ્રચલિત અનેક દર્શનની વૈવિધ્યપૂર્ણ ભાતમાં પણ રહેલી મૂળભૂત એકતા તરફ આંગળી ચીંધી આપે છે અને એ રીતે તમામ દર્શનેની મૂળભૂત પ્રયોજન પરત્વે એકપરક-એકામ એવી ઉર્ધ્વમુલ તાત્પર્યગતિમાં સંવાદિતાની નવી ભાત-સંવાદિતાનું એક નવું સ્વરૂપ પ્રકટ કરે છે. ભારતીય દર્શનમાં કદાચ કાશ્મીર શૈવદર્શનમાં ઈશ્વર, જીવ, જગત એ ત્રણે દાર્શનિક મુલ તત્વોના અભિન્નત્વનું-સાયુજ્યનું એક સ્વરૂપ સિદ્ધ થયું છે. કાશ્મીર શેવદર્શનના શ્રેષ્ઠ ઉગાતા અભિનવગુપ્ત આજથી બરાબર એક હજાર વર્ષો પૂર્વે તત્ત્વદર્શન અને કાવ્યદર્શનનાં મૂળભૂત તત્તની ઇતિહાસે નેધેલી કદાચ સર્વોત્તમ સમીક્ષા કરી રહ્યા હતા. એમને સક્રિય મંથરચનાને કાળ ઈ. સ. ૯૮૦-૧૦૨૦ને ગણાવાય છે. કાશ્મીર શૈવ દર્શનમાં બે મૂળ તત્તવો મનાય છે. શિવ અને શક્તિ, પણ એ બંને વસ્તુતઃ અભિન છે. એક જ તવનાં બે લક્ષણે છે. શિવ પોતે નિર્વિકાર છે પણ એનામાં અભિનાપે રહેલી મુખ્યત્વે પંચબકારા-ચિત, આનંદ, ઈછા, જ્ઞાન, ક્રિયા-શક્તિમાં સ્પન્દને થાય છે. એ પંચવિધ ૨૮ બનાવવા, પગાર ૧, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 138