Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત છન્દ શાસ્ત્રમાં બે જૈન લેખકે
જ્યદેવ અને યકીતિનું પ્રદાન*
ગોવિદલાલ સં. શાહ*
પદ્યમાં લખતા સંસ્કૃત કવિએ તેમના વિચારો, સંવેદનાઓ અને ભાવ વિવિધ છંદમાં અભિવ્યકત કરે છે. છંદ શાસ્ત્ર, કવિઓએ પ્રયોજેલાં છંદના લક્ષણ આપી સમજાવે છે. વિવિધ વૈદિક અને લૌકિક છંદને આ શાસ્ત્રમાં વ્યાખ્યા અને ઉદાહરણ આપી સમજાવવામાં આવેલ છે. વૈદિક છંદમ્ નિરૂપતું શાસ્ત્ર વેદાંગ છે, જે પાણિનીય શિક્ષા મુજબ વેદના પાદ છે. લોકિક છંદસ ને સમજાવતું શાસ્ત્ર “કાવ્યાંગ' છે. અલંકારની જેમ છંદ# પણ કાવ્યનું બાહ્યતત્ત્વ છે, જે કાવ્યના આમતવ રસાદિને વ્યંજિત કરવામાં મદદરૂપ થઈ શકે, છંદશાસ્ત્રના વિકાસમાં અનેક લેખકોએ ફાળો આપે છે.
ઋફ પ્રાતિશાખ્ય, નિદાનસૂત્ર, સર્વાનુક્રમણી, ઉપનિદાનસૂત્ર વગેરેમાં વદિક છંદની ચર્યા હોવા છતાં પિંગલાચાર્યને આ શાસ્ત્રના પાયાના લેખક માનવામાં આવે છે. તેમની કૃતિ
છન્દઃસૂત્ર' (કાવ્યમાલા આવૃત્તિ મુજબ “છિન્દઃશાસ્ત્ર ' )માં કટુકિ, યાક, તાહિડન , સૈતવ, કાશ્યપ, રાત અને માંડવ્યના ઉલ્લેખ છે પણ તેમના ગ્રંથો મળતા નથી.
છંદ શાસ્ત્રના ઇતિહાસમાં જયદેવ, સ્વયંભૂ, જયકીર્તિ, રત્નમંજૂષાકાર, હેમચંદ્રાચાર્ય અને કવિદર્પણકાર જેન લેખકો છે જેમણે આ શાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન કર્યું છે. આ લેખમાં જયદેવ અને જયકીર્તિના કાર્ય અને પ્રદાનને વિચાર કરવામાં આવ્યો છે.
ગીતગોવિંદ'ના કવિ જયદેવ અને “પ્રસનરાધવ' નાટકના લેખક જયદેવથી ભિન્ન જયદેવ નામના છંદના લેખકની કૃતિ “જયદેવજીંદસ” સંસ્કૃત લૌકિક છંદસૂના લક્ષણગ્રંથમાં આગવું, અનેરું' અને અગત્યનું સ્થાન ધરાવે છે.
“સ્વાહાય', , અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬, ૫. ૧૯૫-૨૦૦.
+ તા ૨૬ થી ૨૮ જાન્યુઆરી ૧૯૯૬ દરમ્યાન શંખેશ્વર ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય યુનિવર્સિટી અને કોલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના ૨૧માં અધિવેશનમાં રજૂ થયેલ નિબંધ.
• મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી, અમદાવાદ-૧૫.
૧ : વાર્થી તુ વૈશ્ય . ઈ. પાણિનીય શિક્ષાા ૪૨, ૪૩, સંપાદન-ડે, શુકલ જે, એમ બે વિદ્યા " ઑગસ્ટ ૭૬ અને જાન્યુ. ૭૭, ગુજ. યુનિ., અમદાવાદ
For Private and Personal Use Only