Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભ્યાવકના
૨-૩
નવલકથાના ગદ્યની ચર્ચા કરતાં તેઓ એક સરસ તારણ આપે છે: “ “વચનામૃત ”ના ગદ્યને સાંપ્રદાયિકતામાં ન બાંધ્યું હોત તે એમાંથી ગુજરાતના સર્જકે પોતાની ભાષાનું આગવું ગદ્ય ઉપજાવ્યું હત પર્ પહેલા જ પગલાથી ગુજરાતી નવલકથાએ પશ્ચિમ સામે મુખ ફેરવ્યું તે હજી તે જ દશામાં જેવા કરે છે."(પૃ. ૬) અલબત્ત આ અતવ્યાપ્તિ સ્વભાવિક રીતે જ મેધાણીની સાથે પન્નાલાલને પણ એ જ ખાનામાં મૂકી દે છે. મુનશીનું મૂલ્યાંકન ચીલાચાલુ છે, પણ સરસ્વતીચંદ્ર'નું ટૂંકું અને સુપ્યુ છે. લેખકનું પ્રધાન કથાયતવ્ય છે : નવલકથામાંથી માણસ ન નીપજે તો એ ઉત્તમ ટેકનિક સાથેને નિબંધ જ થાય.' નવલકથાકારે પૂર્ણતયા માણસને ચીતરવાને છે તે સમજાવતાં તેઓ મહાભારતના દુર્યોધન અને અર્જુનનો દાખલો આપી બંને પાત્રોની મર્યાદા-વિશેષતા અત્યંત રોચક રીતે પ્રગટ કરે છે; પરંતુ તે પાત્ર વિશેની ટેકનિકલ ચર્ચા બનતી નથી. તેઓ રંજકકત અને નવલકથા વચ્ચે ભેદ સચેત રીતે દર્શાવે છે. બીજા વ્યાખ્યામાં માણસને માપદંડ ' લઈને ૧૯૭૦ પછીની, પણું હાથવગી નવલકથાઓની ચકાસણી થાય છે. અહીં તેઓ એક ઉદારદિલ, સ્પષ્ટવક્તા, નિર્ભીક અને મર્મજ્ઞ વિવેચક તરીક ઊપસી આવે છે. બક્ષીની લખાવટમાં આવતાં “સ્માર્ટ જનરલાઈઝેશન્સ' સંદર્ભે તેઓ રમણલાલ દેસાઈને યાદ કરે છે. તેડાગર નાં રઘુવીરે “દરેક પ્રકરણ અટકી અટકીને વાંચવાની ' આપેલી સૂચના પર ટકોર કરતાં કહે છે : 'દરવાજા પર તાળું છે. તમે ચાવીથી ખોલીને જ અંદર પ્રવેશ' જેવી આ સૂચના છે ! લખાણને અવર રજૂઆતની વ્યાખ્યાનશૈલીની મર્યાદા નડી છે, છતાં નવલકથાને જોવા-તપાસવાની લેખકની આગવી દષ્ટ આપણને આકર્ષી રહે છે.
આ માતબર લેખ વાંચ્યા પછી બીજો લેખ “કળા, ઈતિહાસ અને પ્રાપ્રિયતા ' વાચકને નિરાશ કરવાને, છતાં કેટલાંક નિરીક્ષણે ધ્યાનાહ બન્યાં છે. તેમને મતે “કરણઘેલ”
છેલ્લાં સે વરસની પ્રગતિને ભાર પિતાના ખભા પર ઊંચકી શકે એટલી બળવાન” છે. તાલિયાર ખાનની 'રત્નલમી'નું ગદ્ય ગુજરાતી નવલકથાના ઉત્ક્રાંતિક્રમમાં અનાયાસ સ્થાન મેળવે તેવું બલિષ્ઠ છે ” એટલું કહીને જ તેઓ અટકી જતા નથી, દષ્ટાંતે દ્વારા મંતવ્યનું સમર્થન કરે છે. પરીક્ષણ-નિરીક્ષણની સાધાર રજુઆત એ વિવેચનક્ષેત્રની અનિવાર્યતા લેખી શકાય. આજે વિવેચકી નવલકથાનું કડક ૫રીક્ષણ નથી કરતા તેના વિશે તેઓ યોગ્ય નુકતેચીની કરે છે. પશ્ચિમનું અનુકરણ કરી ઉછીના જીવનનું નિરૂપણ કરવા સામેને તેમનો વિરોધ વારંવાર પ્રગટ થાય છે. વાર્તા વિશેની ચર્ચા કરતાં પણ તેઓ પ્રગ પ્રવણતાની સામે માણસને મહિમા કરે છે. વાર્તામાં જીવનસ્પંદન પહેલું પછી ભાષા ને ટેનિક, વન વટાવ્યા છતાં ટૂંકી વાર્તા પ્રયોગોના વનમાં અટવાયેલી તેમને જણાય છે.
બીજ ખંડના ૨૭ સર્જકો વિશેના ચરિત્રલેખે ગુણગ્રાહી દૃષ્ટિ અને રોચક રજૂઆતને લઈને વાચકને ચરિત્ર પ્રત્યે અહોભાવ અને વિસ્મયથી ભરી દે છે, બહુધા ટાંચણ સમા હોવા છતાં આ લેખામાં ચરિત્રની મહત્તા અને ખૂબીઓ પ્રભાવક રીતે ઊપસે છે. એમાં વ્યક્તિના જન્મ-મરણ જીવનસાહિત્ય-સ્થળવિશેષની સંપૂર્ણ કે સિલસિલાબંધ માહિતી ન મળે; પરંતુ વ્યક્તિને ઓળખવા માટે, તેના જીવનકાર્યને જા માટે, તેના સાહિત્યને માણવા માટે ઉત્સુક અવશ્ય બની જવાય. અહીં એડન નેશ, દયારામ, કરસનદાસ માણેક, સ્વામી આનંદના ચરિત્રલેખે આસ્વાદ્ય બન્યા છે. લેખક મહાન વ્યક્તિના જીવનપ્રસંગે પરથી સર્વ સામાન્ય તારણ કાઢતા
For Private and Personal Use Only