Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક નૂતન ઉપલબ્ધ છે શીકની શૈલજા
૨૦૦ (બ)
હતે. કલિયુગમાં એણે સત્યુગનું વાતારણ સજર્યું હતું. લે કે એને “ધર્માદિત્ય' કહેતા હતા. બ્રાહ્મણે અને બૌદ્ધોને એણે અસંખ્ય દાન દીધાં છે. તેણે મહાદેવ અને આદિત્ય એ બે દેવના મહાન દેવા ન બંધાવ્યાં હતા. આ શીલાદિત્ય એવો હતો કે એના છેડાને પણ ગાળેલું પાણી પાવામાં આવતું હતું
ખેર, શીલાદિત્યે બંધાવેલાં બે મહાન દેવાલય કયાં છે?
ગુજરાતમાં પ્રાપ્ત માતૃકા મૂર્તિઓ વિશે આપણા મિત્ર છે. રામજીભાઈ સાવલિયાએ એક સારો અભ્યાસ આપે છે. એમના મતે ગુજરાતમાં હાલ પ્રાપ્ત જૂનામાં જૂની દેવીમતિ અમરેલીમાંથી પ્રાપ્ત થયેલી ઈ. સ.ની બીજી સદીની છે. આ લેખકે સૌરાષ્ટ્ર ઇતિહાસ પરિષદના વાંકાનેર અધિવેશનમાં રજૂ કરેલી વલભીની દેવી મૂર્તિ પણ બરાબર આ જ સમયની છે. ગુજરાતમાં પ્રાપ્ત પાર્વતીની પ્રથમ પ્રતિમા શામળાજીમાં આવેલી છે. ડે. ઇનામદાર એને ઈ. સ. ની છઠ્ઠી સદીની અને એમ. આર. મજમુદાર તથા ડૉ. સાવલિયા એને ચોથી સદીની ગણાવે છે. “ઢાંકની બ્રહ્મામૂર્તિ'ની ચર્ચા કરતાં “સ્વાધ્યાય' પુ. ૨૮ ના સંયુક્ત અંક (ફેબ્રુ. ૧૯૯૧) માં જોવા મળે છે તે પ્રમાણે “પશ્ચિમી કલા’ નામથી ઓળખાતી કલાશેલી સંભવતઃ ક્ષત્રપકાળથી જ આરંભ પામી જાય છે. શામળાજીની આ ભીલડી વિશે પાર્વતીની પ્રતિમાના પગ અને ઢાંકની બ્રહ્મા તથા સકંદ મૂર્તિને પગ લગભગ એક શૈલીના છે. સામાન્યતઃ પશ્ચિમી કલા ઉપર ગુપ્તકલાને પ્રભાવ વરતાય છે, તે ઉત્તરકાલીન પશ્ચિમી કલા છે. જો કે, કલાશૈલી સ્પષ્ટ કરવા માટે હજુ વધુ નમૂનાઓની અપેક્ષા રહે છે.
એમ કહી શકાય કે ગુજરાત પૂરતા 'પાર્વતી' ચોથી સદીથી શિ૯૫માં દેખાય છે. આ પરંપરામાં શીલની શૈલજા એક નૂતન ઉપલબ્ધ છે. પ્રસ્તુત પ્રતિમાના ઉપલા જમણું હાથમાં ત્રિશળ સ્પષ્ટ છે. ત્રિશળ આ પ્રતિમાને પાર્વતીની સિદ્ધ કરે છે તેમ એનું લક્ષણ, કલાશૈલીને સ્પષ્ટ કરવા માટે મદદરૂપ બની રહે છે. શામળાજીના વીરભદ્ર શિવ તરીકે ઓળખાતી પ્રતિમા સાથે આનું સામ્ય સ્પષ્ટ છે. ચતુર્ભુજ શૈલજાના બાકીના ત્રણ હાથ ખંડિત છે. પ્રભાવલી ચક્ર, મણિમુકુટ, એકાવલી અને કટીપ્રદેશને કંદોરો તથા વસ્ત્ર શુદ્ધ ગુપ્તકલાના લક્ષણે છે. આ મૂર્તિમાં જે મનમોહક કામ છે તે સ્તન, ઉદર, કટી, નિતંબ અને આપણને જે વિહવળ કરી મૂકતું સૌદર્ય છે તે તે નાભિકમલ છે ! ઉદરની કૃશતા પછી નાભિ હેજ ભરાવદાર અને કંદોરાથી બને બાજ દબાતી અને તેથી જ જીવંત બનીને આપણી આંખોને ભરી દેતી અપૂર્વ રમ્ય નાભિ છે. મહાકવિ કાલિદાસે 'કુમારસંભવ'ના આરંભમાં પાર્વતીના સૌંદર્યનું જે વર્ણન કર્યું છે તે સૂગ્ય રીતે આ પ્રતિમામાં તક્ષણ પામેલું અનુભવાય છે. સ્તન, કટી, ઉદર, નાભિ, જધનનું અનાયાસ
For Private and Personal Use Only