Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય સાહિત્યની વિભાવના
9
ભલે ભારત પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે પ્રાંતમાં વહેચાયેલું હોય, ભલે એમાં પંજાબી, ગુજરાતી, મરાઠી વગેરે ભાષાઓમાં વ્યવહાર ચાલતો હોય, ભલે ભારતમાં “ભારતીય ભાલા જેવી કોઈ ભાષા ન હોય, છતાં ભારત પાસે એનું સાહિત્ય છે, એકમેવાદ્રિતીયમ જેવું સાહિત્ય છે. આ વાતની દઢ પ્રતીતિ ગુજરી ગયેલી ગઈ કાલના દેશ-વિદેશના વિદ્વાનને તે હતી, આજના વિદ્વાનને ન હતી. એનું મુખ્ય કારણ એમને સમૃતિભ્રંશ (amnesia). એ કારણે તેઓ એની પુનર્ણોધ (rediscovery)માં નિકળ્યા. પરંતુ હવે એને સમજાશે કે ભારતીય સાહિત્ય ' ગઈ કાલે ય હતું, આજે ય છે, અને આવતી કાલે ય હશે, as a matter of fact !
For Private and Personal Use Only