Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનદર્શનને અનેકાન્તવાદ–એક વિચારવિમર્શ
સી. વી. રાવળ+ પ્રાસ્તાવિક :
“દશન’ શબ્દ સંસ્કૃત ધાતુ –જેવું ' પરથી બન્યું છે. સમગ્ર વિશ્વમાં જે સવ પડેલું છે તેને જોવા અને જાન્યુવાને પ્રયત્ન એટલે દર્શન. અંગ્રેજી ભાષામાં દર્શન માટે વપરાતે શબ્દ Philosophy મૂળ ગ્રીક ભાષાના “ PHILO” અને “SOPHIA ' સાથે સંબંધ ધરાવે છે. જેનો અર્થ થાય “પ્રજ્ઞા માટેનો પ્રેમ (LOVE FOR WISDOM). પરંતુ ભારતીય પરંપરામાં ફિલસફી એટલે કેવળ પ્રજ્ઞા માટેનો પ્રેમ નહીં પરંતુ જીવનદષ્ટિ A way of lifeએવો વ્યાપક અર્થ ધટાવવામાં આવે છે. દઝિન અર્થ જ દશન છે. જ્ઞાન-દર્શનમાં જે દર્શન છે તે આ દર્શન નથી, પણ વસ્તુનું જ્ઞાન થયા પછી તે વિશેની આપણી જે દૃષ્ટિ બંધાય છે તે દર્શન છે; અને તે ભારતીય તત્વજ્ઞાનમાં નાના પ્રકારે જે વિવિધ દર્શને વવાયાં છે તે જ છે; એટલે કે તે તે વસ્તુ વિષેની સ્થિર થયેલી માન્યતાઓ દર્શનરૂપે પ્રસિદ્ધ થાય છે. આચાર્ય હરિભદ્રસુરના મતે એવાં દર્શને માંહેનું એક તે જૈન દર્શન. કોઈ પાસેથી કશુંક સાંભળીને માન્યતા બંધાય છે તે દર્શન છે જ, પણ વાસ્તવિક દર્શન તે ત્યારે કહેવાય જ્યારે તે તે માન્યતાને અનુસરીને સાક્ષાત્ અનુભવ થાય, અને એ જે અનુભવ છે તે જ ઋષિઓનું દર્શન છે. ઋષિઓના આવા અનુભવોના આધારે તે તે દર્શનની નિપત્તિ થઈ છે. જેને આપણે “ષ દર્શન' તરીકે ઓળખીએ છીએ. આ છ યે દર્શનના પ્રણેતાઓને હરિભદ્ર સર્વજ્ઞ કહ્યા છે અને તેથી તે સ સમાનભાવે આદરણીય ઠરે છે.
પશ્ચિમની સંસ્કૃતિમાં ધર્મ યહૂદી અને ખ્રિસ્તી પરંપરામાંથી આવેલો છે, જ્યારે એનું દર્શન-અની ફિલસૂફી પ્રાચીન ગ્રીસમાંથી આવેલાં છે. આથી ત્યાં Religion અને Philosophy એક બીજાથી અલગ રહ્યાં છે. ત્યાં ફિલેફીને એક શાસ્ત્રીય વિષય લેખે જ અભ્યાસ થાય છે. તેને આચાર સાથે કરશે અનિવાર્ય સંબંધ નથી. ભારતીય પરંપરામાં ધર્મ અને દર્શન એવા ભેદ અત્યારના અર્થમાં કરવા શકય નથી. ધર્મ અને દર્શન આપણે ત્યાં
સ્વાદયાય', પૃ. ૩૩, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬,
તા ૨૬ થી ૨૮ જાન્યુઆરી ૧૯૯૬ દરમ્યાન શંખેશ્વર ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય યુનિ. અને કોલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના ૨૧માં અધિવેશનમાં રજૂ થયેલ નિબંધ.
+ ૨૮, નોવેલ રો હાઉસીઝ, સેટેલાઈટ રેડ, અમદાવાદ-૧૫.
૧ આ જીવન હસ્તપ્રત જેવું છે. જેનું પ્રથમ અને છેલ્લું પાન ખેવાઈ ગયું છે. જે કોઈ આ વાયેલા પાનની શોધ કરે છે તે દાર્શનિક છે અને એની શોધ એ દર્શન છે.-સ્વામી રામતીર્થ (The Book of Life ).
For Private and Personal Use Only