Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નદર્શન અને તવાદ એક વિચાફવિમશ લઈને જ છે.૧૫ પં. સુખલાલજી ગ્ય જ કહે છે કે આ વાદ તેની સામેની ટીકાથી તો વધુ ઉજજવળ બનીને બહાર આવ્યું છે. એથી તો અનેકાન્તદષ્ટિને તર્કબદ્ધ વિકાસ થયો છે. ઉદા. શ્રી રામાનુજાચાર્યે શંકરાચાર્યના માયાવાદની કટુ આલોચના કરી પિતાના મતનું સ્થાપન કર્યું છે. તેમાં અનેકાનંદષ્ટિને ઉપયોગ છે. પુષ્ટિમાર્ગના પ્રવર્તક શ્રીમદ્ વલલભાચાર્યે પણ આધાર ભલે ઉપનિષદ તથા ભાગવતને લીધે હૈય, તે પણ તેમની સમમ વિચારસરણી અનેકાન્તવાદી રહી છે ૧૬
આ વાદથી વ્યક્તિમાં બીજાના દૃષ્ટિબિન્દુને સ્વીકારવાની સમજ અને સહનશક્તિ આવે છે. પોતાના જ દષ્ટિબિન્દુની સત્યતા માટે દુરાગ્રહ જતો રહે છે. પરિણામે, એમાં અહમતે, સ્વાર્થને, મમત્વને લોપ થાય છે. આથી ક્રોધ, લોભ, ઈર્ષ્યા જેવા દુર્ગુણોથી પર રહી શકાય છે. જીવનમાં અને સમાજમાં સંવાદિતા અને સુમેળ સાધી શકાય છે. વિશ્વશાન્તિ અને સમાજકલ્યાણની ભાવના તેમજ શાંતિમય સહઅસ્તિત્વ માટે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં પણ ભગવાન મહાવીરે પ્રબોધેલ આ વાદ ઉપકારક થઈ પડે તેવો છે.
સ્વાદુવાદની આલોચના :
બદ્ધ દાર્શનિકો તથા શાંકરદાન્તીએ આ મતની કડક આલોચના કરી છે, “સ્વાત” એટલે “ કદાચ” એ લૌકિક અર્થ લઈ સ્યાદવાદને વદવ્યાધાત કહ્યો છે. (“અતિ ” અને નાસ્તિ ” જેવા પૂર્ણ વિરાધી ગુણો એક જ વસ્તુને વિષે એકી સમયે એક જ અર્થમાં લગાડેલ છે) બૌદ્ધ નેયાયિક ધર્મ કીર્તિ તે કહે છે કે સ્વાવાદ એક મિથ્યા પ્રલા૫ છે. ૧૭ બૌદ્ધ દાર્શનિક શાન્તરક્ષિતના મતે સ્વાદવાદમાં યથાર્થ અને અન્યથાર્થ, સર્વદેશી અને એકદેશી, સત અને અસત નું મિશ્ર યુ હેઈ તે અસ્વીકાર્ય છે. ૧૮ શંકરાચાર્ય તે સ્વાદવાદને કોઈ દીવાના મઃ સને બકવાસ કહે છે. કુમારિક ભટ્ટ (મીમાંસકો કહે છે કે આ રીતે તો આપણે સાતને બદલે૧૯ અનેક સે જેટલા નવ રજુ કરી શકીએ કેટલાક વિદ્વાનોનું તે એમ માનવું છે કે સપ્તભંગી નયના પ્રથમ વાર નય એ બૌદ્ધ દર્શનના તેમ જ વેદાન્તના ચતુષ્કોટિ નિર્ણયના
ખ્યાલની અસર તળે રજુ થયા છે, માટે તે મૌલિકવાદ નથી. પ્રો. એમ, હરિયાણા લખે છે કે જેનતવજિજ્ઞાસાનું અધકચરા૫ણું સપ્તભંગીના સિદ્ધાંતમાં પ્રતિબિબિત થાય છે; જે અનેક
૧૫ માલવણિયા પં. દલસુખભાઈ, જેનધર્મચિંતન મા. ગુર્જર, અમદાવાદ, ૧૯૬૫ પૃ. ૧૮૮,
૧૬ ૫. સુખલાલજી, દર્શન અને ચિંતન, ભા ૨, ૧૯૫૦ ૧૭ સં. માલવણિયા પં. દલસુખભાઈ, બનારસ હિન્દુ યુનિ. ૧૯૫૯ ૧૮ તત્વસંગ્રહ.
૧૯ Ed. Shastri A. K,, બ, સૂ શાંકરભાષ્ય II. ૨-૩૧, Nirnayasagar, Bombay, 1938. २० सप्तभंगीप्रसादेन शतभंग्यपि जायते ।-कुमारिल, मीमांसा-श्लोकवार्तिक
Ed. Tailanga R. S. Chowkhambha, Banaras, 1898,
For Private and Personal Use Only