Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી. વી. રાવળ અનુગીતા ગ–૩૫, ક–૧૭) મહર્ષિ પતંજલિએ પણ (સ્વરચિત) મહાભાષ્યમાં દ્રવ્યની નિત્યતા અને પર્યાયની અનિત્યતા (સુવણું પિંડ, અને તેમાંથી ચક અને કમાંથી કટક - કડું અને પુનઃ તેમાંથી સુવર્ણ પિંડ બને છે) અપેક્ષાભેદથી જણાવી છે. વૈયાકરણ કેસરી કેવટ પણ જણાવે છે કે “ આકારસહિત છતાં નિરાકાર, અતીન્દ્રિય છતાં વિશ્વને પ્રત્યક્ષ, સત્ છતાં અસત, માયાથી આવૃત્ત જીવોને અદશ્ય છતાં જ્ઞાનચક્ષુથી દશ્ય, તથા અજ (નિત્ય) અને વિભુ-નારાયનું સ્વરૂપી સર્વ વિદ્યાના દાતા એવા પરમાત્માને પ્રણામ ' અહીં આપને એક જ વસ્તુમાં રહેલા અનેક ધર્મોનું પ્રતિપાદન કર્યું છે. યાયિકો પણ એક પદાર્થમાં નિયત્વ અને અનિત્વ એવા બે વિરુદ્ધ ધર્મોને સ્વીકાર કરે છે. સાંખ્યકારે પણ પ્રકૃતિમાં પ્રસાદ, સંત, અને દેવું વગેરે અનેક વિરુદ્ધ ધર્મો સ્વીકારે છે, આથી પરોક્ષરીતે તેઓ પણ સ્યાદવાદ સ્વીકારતા જણાય છે. શેષિકો પણ ઘડાને દ્રવ્યરૂપે નિત્ય માને છે અને પર્યાયરૂપે અનત્ય માને છે. મીમાંસકો પણ પ્રમાતા, કમતિ અને પ્રમેયનું જ્ઞાન એક જ માને છે. વેદાંતીઓ પણ ફટસ્થ નિત્ય આત્માને જાગ્રત, સ્વાન અને સુપ્તિની અવસ્થા પ્રાપ્ત થાય છે એમ માને છે. આથી તે છે પણ શુ અનેકા-નવાદને આશ્રય નથી લેતા ? ઉપસંહાર :
. રાધાકૃષ્ણન કહે છે કે જગત આજે બે પરસ્પર વિરોધી વિચારસરણીઓમાં અટવાઈ ગયું છે અને બંને પક્ષ પોતપોતાના આત્યંતિક દૃષ્ટિબિન્દુઓ ત્યજી દે નહીં અને વિનમ્રતા તથા સહપણુતાથી એકબીજાને સમજવાનો પ્રયાસ કરે નહીં, ત્યાં સુધી એ ખેંચતાણ અને સંધર્ષને અંત આવશે નહીં; તે માટે અનેકાન્તવાદ-સ્વાદવાદને સિદ્ધાંત પણે ઉપયોગી છે. જગતની દરેક વસ્તુ ધણા ધણુ ગુણધર્મોવાળી હોવાથી તેને જે એક જ ગુણધર્મ લક્ષમાં લઈ તેનું હઠાગ્રહપૂર્વક પ્રતિપાદન કરવામાં આવે ને તેને જ પૂર્ણ સત્ય માની લેવામાં આવે ત્યારે મતાગ્રહો ઊભા થાય છે, સત્યના એક અંશને સંપૂર્ણ સત્ય માની લેવાથી બોદ્ધિક અથવા માનસિક ભૂમિકાએ હિંસા ઉત્પન્ન થાય છે, અને તેનું પરિણામ કાયિક હિંસામાં જ આવે છે. પહેલા શબ્દ-વ્યાપાર માટે જ અહિંસાની સાર્વભોમ પ્રતિષ્ઠા કરવા માટે તેના મૂળમાં અનેકાન્તદષ્ટિ પાયારૂપે રહેલી છે. અનેકાન્તને સ્વીકાર કર્યા વગર આપણે સત Realityને સમજાવી શકીએ નહીં; વળી અનેકાન્તને જો ન માનીને તે પછી સુખ અને દુ:ખ, કર્મ અને ફળ, બંધ અને મોક્ષ, શુભ અને અશુભ, અસ્તિત્વ અને અસ્તિત્વ, એક અને અનેક, સ્થિરતા અને પરિવર્તન, સર્વદેશી અને એકદેશી વગેરે સર્વ કાંઈ અશકય બની જાય. આથી વિરોધીઓ જે જગતને નાશ કરવા બેઠા છે તેને માત્ર જેને જ સાચવી શકે તેમ છે. પરંતુ આ કાર્ય સહેલું નથી.
२९ नैकान्तवादे सुखदुःखभोगौ न पुण्यपापे न च बन्धमोक्षौ । दुर्नीतिवादव्यसनासिनैव परैfહાપ્ત નgોષમુ --
હેન્દ્રસૂરિ... •••મચથ. ૨૭, તથા હેમચન્દ્રાચાર્ય, “ વીતરાગસ્તેત્ર', 1-૮, બ્લેક ૨-૩, તથા–
पुण्यपापक्रिया न स्यात् प्रेत्यभावफलं कुतः। बंधमोक्षौ च तेषां न येषां त्वं नासि नायक: ॥
--સમતમ....સાપ્તમમતા III-40 --Ed, Jain J. L., Sanatana sain Granthmala, Banares, 1914.
For Private and Personal Use Only