Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
? હરસિદ્ધ જોષી
રશિયામાં થોડો સમય રાજકીય ચિંતન તરીકે વિલીનીકરણને પ્રભાવ પડ્યો હતો. તે સિવાય આ ચિંતન જગતમાં વિશેષ અસર કરી નથી. માનવજાતિના મૂળભૂત સામા જક અનુભવથી તે વિરુદ્ધ રહ્યો છે. મનુષ્યની ઉત્ક્રાંતિ માટે નક્કી કરેલ માળખું, નિશ્ચિત સંગઠ્ઠન અને નિયંત્રણ જરૂરી છે. જે હિસક સાધને દ્વારા વર્તમાન રાજ્યને ઈરાદાથી દૂર કરવામાં આવે તે તે બીજા અત્યાચાર કરતા રાજાને જન્મ આપશે. હિંસક રાજ્યના રચનારાએ રાજ્યનું સ્થાપન કરશે અને પોતાની સત્તા જમાવશે. ગાંધીજી કહે છે કે હિંસા દમન, જુલમ અને નિયંત્રણ કરી હિંસાને જન્મ આપશે. નિકોલાસ બરદયેવ (૧૮૭૪–૧૯૪૯) માને છે કે પુર્નજાગૃતિના જુસ્સાના ક્ષયથી રાજ્યનું વિલીનીકરણ અને તેનું વૈચારિક પરિબળ ઉદ્દભવ પામ્યા છે. જે સમાજ અન્યનું શેષણ કરે છે એ તિરસ્કાર, વિરોધ અને દમનની લાગણીને જન્મ આપે છે. શ્રી અરવિંદ અને બરદયેવ સંસ્કૃતિ અને સંસ્કારના જે લાભ છે તેને રાજ્યનું વિલીનીકરણ દૂષિત કરે એમ છતા નથી. સૌ પ્રથમ માનવભ્રાતૃભાવ સામાજિક સ્વરૂપ તરીકે સ્થાયી થવો જોઈએ અને ત્યારબાદ રાજ્યના વિલીનીકરણને મૂર્તિમંત કરવા પ્રયાસ થ જોઈએ. જ્યાં સુધી આ સાકાર થયું હેતું નથી અને કદાચ દમનયુક્ત યાંત્રિકતા સ્થાપિત કરવા પ્રયાસ થાય તે જગલને કાયદે ફરીથી ઉપસ્થિત થાય છે. તેથી શ્રી અરવિદ વિધાયક એવા નૈતિક તથા આધ્યાત્મિક ગુની ખીલવણ પર વિશેષ ભાર મૂકે છે. વિલીનીકરણને આદર્શ અને સિદ્ધાંત અશક્ય જગુય પરંતુ વિલીનીકરણના આદર્શ માં રાજ્યની કેન્દ્રિયતાના ખ્યાલને પડકારવામાં આવ્યું છે અને વિકેન્દ્રીકરણના વિચારને અનુમોદન આપવામાં આવ્યું છે.
અલબત્ત શ્રી અરવિંદ રાજ્યની બાબતમાં વિલીનીકરણના ખ્યાલને વધુ મહત્ત્વ આપતા નથી પરંતુ માનવજીવન આધ્યાત્મિક થવું જોઈએ તેના પર વધુ ભાર મૂક્યો છે. વર્તમાન યંત્રવાદ સામાજિક, રાજકીય અને ઔદ્યોગિક અનિષ્ટ વિરુદ્ધ શ્રી અરવિદ અસહકાર કે ક્રાંતિની તરફેણ કરતાં નથી. પરંતુ સામુદાયિક જીવનમાં આધ્યાત્મિક ધટકને દાખલ કરીને સર્વાગી રૂપાંતરિકરણની એ ચોક્કસ હિમાયત કરે છે. શ્રી અરવિંદના રાજકીય ચિંતનમાં મુખ્ય વિચાર એ આધ્યાત્મિક વિલીનીકરણ નથી પરંતુ વ્યક્તિલક્ષી અને સમૂહલક્ષી જીવનને પરિવર્તન અને રૂપાંતારકરણ છે.
For Private and Personal Use Only