Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી. વી. રાવળ અનેકાન્ત' શબ્દમાં “અનેક” અને “અંત’ એવા બે શબ્દો છે. અનેક એટલે એકથી વધારે, ઘણા, અને અંત એટલે દષ્ટિબિન્દુ, દિશા, અપેક્ષા, બાજ.૮ અનેકાન્ત એ વાસ્તવિકતાના સત્તામૂલક-તાત્વિક-અસ્તિત્વવિષયક સ્વરૂ૫નું નામ છે. સંપૂર્ણ સત્ય કોઈ એક પંથમાં, કોઈ એક વિચારધારામાં, એક કાળ કે સ્થળની પરંપરામાં કહી હેતું નથી. એને અર્થ એ નથી કે તે તે પક્ષ કે વિચાર સમગ્રપણે જોતાં એકાંગી જણાય માટે તે સાવ ખોટ જ હાય. અમુક દૃષ્ટિ પૂરત એ વિચાર સાચો પણ હોય, બીજી દષ્ટિએ જોતાં બીજો વિચાર સાચે લાગે, એટલે કે વિચારસરણી એ વિષેની આમાં સાપેક્ષ દષ્ટિ છે. આનું વ્યવહારમાં પ્રાપ્ત થતું પરિણામ તે બીજાના મત પ્રત્યે સહિષ્ણુતા છે. આ અનેકાન્તવાદ ગાંધીજીને બહુ પ્રિય છે, તેઓ લખે છે કે મને એકાન્તવાદી કે સ્વાદવાદી માનવામાં આવે તે બાધ નથી...હું જગતના પ્રેમને ભૂખે છું. અનેકાન્તવાદનું મૂળ અહિંસા અને સત્યનું યુગલ છે.' સાત અંધજનોએ હાથીનું સાત પ્રકારે જે વર્ણન આપ્યું તે સંબંધમાં તેઓ કહે છે કે તે બધા પોતપોતાની દષ્ટિએ સાચા હતા, એકબીજાની દૃષ્ટિએ ખોટા હતા, ને જ્ઞાનની દષ્ટિએ સાચા તથા ખોટા હતા.
જૈન પરંપરાએ સામ્યદષ્ટિ ઉપર ખૂબ ભાર મૂકે છે. દા. ત. સમત્વ ધારણ કરનાર શ્રમણને જ બ્રાહ્મણ કહીને શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચેનું અંતર દૂર કરવા પ્રયત્ન કર્યો છે. આ સામ્યદષ્ટિ અનેકાન્તવાદની ભૂમિકા છે, અને તેમાંથી જ ભાષાપ્રધાન સ્યાદવાદ અને વિચાર પ્રધાન નયવાદને ક્રમક વિકાસ થયો છે. અનેકાન્ત અને સ્યાદવાદ એ બને શબ્દો અત્યારે સામાન્યતઃ એક જ અર્થમાં વપરાય છે. અનેકાન્તવાદ માટે પારિભાષિક શબ્દ છે સ્યાદવાદ, ' યાત' એટલે કવાયત થંનિત, વારિત અર્થાત કેટલુંક એટલે કે કેટલુંક જાણવા મળ્યું છે, પરંતુ ઘણું જાણવાનું બાકી છે. અનેકાન્તવાદ એ સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતને અમલમાં મૂકવાની રીતિ, પદ્ધતિ કે શૈલી તે સ્યાદ્દવાદ અથવા સપ્તનય કે સપ્તભંગી છે. (આ અગાઉ આપણે અંધગજન્યાયનું ઉદા. જોયું છે).
અનેકાન્ત એ પણ એકાન્ત નથી, એટલે કે અનેકાન્ત૫ણ છે અને એકાન્ત પણ છે. અને છે. અનેકધર્માત્મક વસ્તુ એ પ્રમાણને વિષય છે અને એક અંશ સહિત વસ્તુ નયને વિષય છે. ૧૦ વસ્તુના અનંત ધર્મોમાંથી એક ધર્મના જ્ઞાનને “ના” કહે છે. ઉમાસ્વાતિજીએ “સત'ની
૮ અને સત્તા ધમ ચરિકન ભાવે રોગમાન્તઃ
૯ હરિભદ્રસૂ૨... અને કાન જયપતાકા. Ed. Kapadia H. R, Oriental Institute, Baroda, 1940, Vol, I, 1947 (Vol. II), १० अनेकान्तोऽप्यनेकान्तः प्रमाणनयसाधनः अनेकान्तः प्रमाणात तदेकान्तोऽपिताप्नयात्
સમન્તભદ્ર : સ્વયંભૂસ્તોત્ર, ૦૭, अनेकान्तात्मकं वस्तुगोचरः सर्वसंविदाम् ।
एकदेशविशिष्टोऽर्थो नयस्य विषयो मतः ॥ . --Ed- Upadhye A. N.: Jain Sahitya Vikas Mandal, Bombay, 1971. au: Ed. Dhruva A. B.,स्यादवादमजरी.....नीयते परिच्छिद्यते एकदेश विशिष्टोऽर्थः अनेन इति मयः । Bombay University, 1933.
For Private and Personal Use Only