Book Title: Swadhyay 1996 Vol 33 Ank 03 04
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનદર્શનને અનેકાન્તવાદ-એક વિચારવિમર્શ
મતે “ અન્તરામાએ પાળેલી નીતિ તે ધર્મ -પં સુખલાલજીના મતે પણ ધર્મ એટલે- સત્યને જાણવાની તાલાવેલી અને વિવેકી સમભાવ-, અને એ બે વચ્ચે ઘડાતો જીવન વ્યવહાર.'
જન દશનની સર્વમાન્ય બે વિશેષતાઓ છે. એક અનેકાન્ત અને બીજી અહિસા. સત્ય ખરી રીતે એક જ હોય છે, પણ મનુષ્યની દૃષ્ટિ તેને એક રીતે પ્રહણ કરી શકતી જ નથી. તેથી સત્યના દર્શન માટે મનુષ્ય પિતાની દૃષ્ટિમર્યાદા વિકસાવવી જોઈએ અને તેમાં સત્યાગ્રહણની સંભવિત બધી જ રીતેને સ્થાન આપવું જોઈએ. આ ઉદાત્ત અને વિશાળ ભાવનામાંથી અને કાન્તની વિચારસરણીને જન્મ થયેલે છે, એ સરણી કાંઈ વાદવિવાદમાં જય મેળવવા માટે કે વિતંડાવાદની સાઠમારી ખેલવા માટે કે શબ્દછલની આંટી-ઘૂંટીની રમત રમવા માટે નથી
જાયેલી, પણ એ તે જીવનશોધનના એક ભાગ તરીકે વિવેકશક્તિને વિકસાવવા અને સત્ય દર્શનની દિશામાં આગળ વધવા માટે જાયેલી છે. જેમ જેમ માણસની વિવેકશક્તિ વધે છે તેમ તેમ તેની દષ્ટિમર્યાદા વધવાને લીધે તેને પોતાની અંદર રહેલી સંકુચિતતાઓ અને વાસનાઓનાં દબાણની સામે થવું પડે છે. જ્યાં સુધી માણસ તેમની સામે ન થાય ત્યાં સુધી તે પોતાના જીવનમાં અનેકાન્તના વિચારને વાસ્તવિક સ્થાન આપી જ શકતા નથી. તેથી અનેકાંતના વિચારની રક્ષા યાને વૃદ્ધિના પ્રશ્નમાંથી જ અહિંસાને પ્રશ્ન આવે છે. જૈન અહિસા ખરા આમિક બળની અપેક્ષા રાખે છે. આધ્યાત્મિક જય માટે પ્રયત્ન એ જ મુખ્ય જૈન અહિસા છે. અહિંસા એ માત્ર સ્થળ આચાર નથી, પણ તે શુદ્ધ વિચારના પરિપાક રૂપે અવતરેલે જીવન ઉત્કર્ષક આચાર છે. અનેકાન્તવાદ એટલે વિચારમાં પણ અહિંસા; કારણુંકે અનેકાન્તવાદ એટલે વિરોધીપક્ષનાં મંતવ્યની આદરપૂર્વક વિચારણા કરવી અને મિશ્વાભિમાનને ત્યાગ કરી, પિતાની ભૂલ હેય તે સુધારવી તથા ઉદારતા અને વિવેકબુદ્ધિથી ઉત્તમ તને સમન્વય કરે.
એકાન્તવાદની સમસ્યાને ભગવાન મહાવીર દ્વારા ઉકેલ
ભગવાન મહાવીરના સમયમાં પશુ અનેક દાર્શનિક મત પ્રચલિત હતા. જેમ કે તત્કાલીન (૧) કાળવાદ (૨) સ્વભાવવાદ (૧) કર્મવાદ (૪) પુરુષાર્થવાદ અને (૫) નિયતિવાદ; આ પાંચેય દર્શનમાં પરસ્પર સંધર્ષ હતા, અને તેઓ એકબીજાનું ખંડન કરીને માત્ર પોતાના દ્વારા કાર્ય સિદ્ધ થવાને દાવો કરતા. ભગવાન મહાવીરે આ વાદમાં જતા એકાંતવાદની સમસ્યાને ઉકેલી અને સંસારની સાથે તેના સમવયની વાત કરી, જે પૂર્ણ રીતે સત્ય પર આધાર રાખે છે. ઉપરના પાંચેય વાદે પિતપોતાના સ્થાને બરાબર છે. સંસારમાં જે કાંઈ કાર્ય થાય છે એ આ પાંચેયના સમન્વયથી જ થાય છે. ઉદા. માળી બાગમાં આંબાની ગેટલી વાવે છે. અહીં
કે ભગવાન શ્રી મહાવીરની સ્તુતિ કરતાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે :
कृतापराषेऽपि जने कृपामन्थरतारयोः ।।
ફ્રકટુ વાવર્ગદ્ર, શ્રીયfબનાયો. | જે લોકોએ પિતાના પ્રત્યે અપકાર કર્યા છે, અપરાધ કર્યા છે, અનાદર અને અવહેલના કરી છે, એવા આત્માઓ પ્રત્યે પણ કરુણાનાં આંસુઓથી ભીનાં બનેલાં પ્રભુ મહાવીરના નેત્રો આપણે હંમેશાં કયાણ કરનારાં બની ૨હે.
For Private and Personal Use Only